________________
પૂરી પ્રક્રિયા મળી નથી, છતાં જેટલું મળ્યું છે તેટલું બતાવીએ છીએ.
શુક્લધ્યાનનો ધ્યાતા એકદમ સત્ત્વશાળી હોય, એનું મન નિસ્તરંગ બનેલું હોય.
(3) શૂન્ય ધ્યાન :
મનને વિકલ્પવિહીન બનાવવું તે. શરીરને ખોરાક ન આપો તો ઉપવાસ થાય. મનને વિચારો ન આપીને મનનો ઉપવાસ ન કરાવી શકાય ?
મનને વિચારોથી રહિત બનાવવું છે, ઉપયોગરહિત નહિ.
પૂ. હેમચન્દ્રસાગરસૂરિજી : વિચાર અને ઉપયોગમાં શું ફરક ?
- પૂજ્યશ્રી : બહુ મોટો ફરક છે. વિચાર એટલે વિકલ્પ અને ઉપયોગ એટલે જાગૃતિ. આપણો ઉપયોગ અન્ય વિચારોથી રહિત બને તો જ ભગવાન એ ઉપયોગમાં પધારે.
ભગવાનને આપણે ૭ રાજલોક દૂર કે મહાવિદેહમાં માનીએ છીએ, માટે તકલીફ ઊભી છે. પણ ભગવાન ભક્તિને આધીન છે. ભક્તિનું વિમાન તમારી પાસે છે, તો દૂર રહેલા ભગવાનને પણ તમે અહીં બોલાવી શકો.
ભક્તિ માટે પરની પ્રીતિને પ્રભુની પ્રીતિમાં લઈ જવી પડશે. શરીરના નામ-રૂપની પ્રીતિ ન છૂટે તો ભગવાનની પ્રીતિ કેમ જામે? આવા પ્રેમી ભગવાનના નામને જ સર્વસ્વ ગણે, પોતાનું નામ પ્રભુ-નામમાં ડૂબાડી દે. પોતાનું રૂપ પ્રભુરૂપમાં ડૂબાડી દે.
ઉપયોગ ભગવાનને ક્યારે સોંપાય ? નિર્વિકલ્પ બને ત્યારે. આપણા ઉપયોગમાં વિકલ્પો ભરેલા છે, એટલે જ પ્રભુને સોંપી શકાતું નથી. વિકલ્પો જશે, પછી જ તે પ્રભુને સોંપી શકાશે.
શબ્દ અધ્યાતમ અર્થ સુણીને, નિર્વિકલ્પ આદરજો રે; શબ્દ અધ્યાતમ ભજના જાણી, હાણ-ગ્રહણ મતિ ધરજો રે.”
- પૂ. આનંદઘનજી. ૯૮ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪
* * * * *