________________
- આ. વદ-૯ ૨૧-૧૦-૨000, શનિવાર
હૃદયમાં બહુમાન છે, તેને પ્રભુનો વિરહ કેવો ?
* અરિહંતના હું એટલે વખાણ નથી કરતો કે મારા દેવ છે. હું મારા ગુરુના એટલે વખાણ નથી કરતો કે એ મારા ગુરુ છે. મારા ગુરુ છે, માટે ગુરુની પ્રશંસા કરવામાં અહંનું જ પોષણ છે. કારણ કે એમાં ગુરુની મહત્તા નથી, અહંની મહત્તા છે. હું મહાન છું માટે મારા ગુરુ મહાન છે, એમ આનાથી સૂચિત થાય છે.
ગૌતમસ્વામી પોતાના જીવન દ્વારા આપણને સૌને આવું કહી રહ્યા છે : હું તો અભિમાનથી ધૂંઆ-ફંઆ થતો એક પામર કીટ હતો. મને વિનયમૂર્તિ બનાવનાર, મને અન્તર્મુહૂર્તમાં દ્વાદશાંગી રચવાનું બળ આપનાર ભગવાન છે. મારા ભગવાન છે, માટે વખાણ નથી કરતો, પણ વાસ્તવિકતા જ હું તમને જણાવું છું.
૧૯૮
*
*
*
*
*
*
*
*
*
*
*
*
?