________________
વાસ્તવિક પાત્રતા તો અભય, ચક્ષુ આદિના ક્રમથી જ મળશે.
અભય, ચક્ષુ આદિમાં ક્રમશઃ ક્ષયોપશમ-ભાવની વૃદ્ધિ થતી રહે છે. ક્ષયોપશમ-ભાવમાં ન સમજો તો હું કહીશ : આત્માની શુદ્ધિ વધતી રહે છે. ક્ષયોપશમની વૃદ્ધિ નિરંતર થવી જોઈએ. વચ્ચે તમે અટકી જાવ તે ન ચાલે. પગથીઆમાં રોકાતા-રોકાતા ચાલો તો ઉપર ક્યારે પહોંચો ?
આપણી આ તકલીફ છે : થોડુંક કરીને મૂકી દઈએ છીએ. ધર્મ-ક્રિયામાં સાતત્ય નથી રહેતું. સાતત્ય વિના સિદ્ધિ કેવી ?
સાતત્ય સિદ્ધિદાયમ્ | ક્યારેક સાધક એકાંગી બનતાં પણ તકલીફ ઊભી થઈ શકે છે. ક્યારેક કોઈક જ્ઞાનમાં પડે છે તો ક્રિયા છોડી દે છે. ધ્યાનમાં ડૂબે છે તો ગુરુને છોડી દે છે. આમ એકાંગી બનવાથી પણ સફળતા ન જ મળે.
આત્મશુદ્ધિ વધતી જાય તેની નિશાની આ છે : ચિત્તમાં પ્રસન્નતા વધતી જાય, જીવનમાં મધુરતા વધતી જાય.
આ ધીઠડા આત્માને વારંવાર સમજાવશો તો જ ઠેકાણું પડશે. નહિ તો જલ્દી પીગળે એવો આ જીવડો નથી.
ખોરાકને તમે બરાબર ચાવો તો શક્તિ મળે. મને પોતાને વાપરતાં એક કલાક થાય.
તત્ત્વજ્ઞાનને પણ આ રીતે ચાવો. એટલે કે ચિન્તન કરો. તો જ અંદર ભાવિત બનશે, પછી આત્મા ક્ષણે-ક્ષણે યાદ આવશે.
આંખની કિંમત વધારે કે જોનાર આત્માની ? પગની કિંમત વધારે કે ચાલનાર આત્માની ? કાનની કિંમત વધારે કે સાંભળનાર આત્માની ?
જેના કારણે આ આખી જાન નીકળી છે, એ વરરાજાને (આત્માને) આપણે ભૂલી ગયા નથીને ?
છે. અહીં પરદર્શનીય ગોપેન્દ્ર પરિવ્રાજકના શબ્દો ટાંક્યા છે. ગોપેન્દ્ર પરિવ્રાજકને “માવપે' કહીને હરિભદ્રસૂરિજીએ સન્માન્યા છે. કેટલી વ્યાપક દૃષ્ટિ ? કેટલી
*
*
*
*
*
*
*
*
*
*
* *
૨૧૩