________________
થયો છે કે નહિ ? આ એક ભવ ચૂક્યા તો અનંતા ભવો ચૂક્યા, એમ માનજો. નહિ તો આ ગધેડો નહિ સમજે. એમને એમ સૂતો રહેશે. ગમે તેટલું કહીએ છતાં કોઈ અસર નહિ. આવા ગુરુ, આવી સામગ્રી મળી છતાં એ જાગતો નથી. ઊંઘવું તેને ખૂબ જ ગમે છે.
ભગવાન ગૌતમસ્વામી જવાને પ્રમાદ નહિ કરવાનું કહેતા હતા. જો કે ગૌતમસ્વામી તો અપ્રમાદી હતા, અત્તર્મુહૂર્તમાં દ્વાદશાંગી બનાવનાર હતા, ૫૦ હજાર કેવળજ્ઞાની શિષ્યોના ગુરુ હતા. ગૌતમસ્વામીના માધ્યમથી ભગવાન સૌને અપ્રમાદનો સંદેશ આપતા હતા.
એક પરદેશી વિદ્વાને લખ્યું છે : mતમ પ્રમાવી थे । इसलिए ही महावीर उसे बारबार टोकते थे :
समयं गोयम मा पमायए ।
પરદેશી વિદ્વાનો આગમો પર લખે તો આવું લખે. આવા પરદેશી વિદ્વાનો મોટા ભાગે ધર્મ માટે યોગ્ય નથી હોતા.
પરદેશમાં ધર્મ-પ્રચાર કરવાનો ચાળો ઊપડ્યો છે. માત્ર અહંનો પ્રચાર હોય છે. ત્યાં સ્વ-સાધના બિલકુલ ભૂલાઈ જાય છે.
મહેશ યોગીએ વિશ્વમાં ઘણા ધ્યાન કેન્દ્રો ખોલ્યા છે. એના ધ્યાનને શશિકાન્તભાઈ પોતાની ભાષામાં ઘેનની ગોળી કહે છે ! » ‘મmત્યજ્ઞ: વિનાજ્ઞાને, વિવામિવ વ: | ज्ञानी निमज्जति ज्ञाने, मराल इव मानसे ॥
- જ્ઞાનસાર. અહીં શાસ્ત્રકારને દ્વેષ નથી કે આપણને ભૂંડની ઉપમા આપે. પણ કરુણા છે : વિષ્ઠા જેવી અવિદ્યા છોડી જીવ જ્ઞાની બને.
પુગલ મળતાં જ પરમની વાત તરત જ ભૂલાઈ જાય છે. હજા૨ વાર આત્માની વાત સાંભળી હોવા છતાં તે વાત યાદ રહેતી નથી.
યાદ રહે : વિના બોલાવ્યે પુગલો આવતા નથી. તમે
કહે, કલાપૂર્ણસૂરિ-૪
* *
* * *
* *
* * *
* * * ૬૧