________________
જે ફળો આવતાં નીચે તરફ ઝુકી પડે છે.
અક્ષયની આવી નમ્રતા જોઈને શિક્ષક વધુ ને વધુ તેના પર પ્રસન્ન રહેવા લાગ્યા. એમનું અંતર પોકારી રહ્યું હતું. “અક્ષય જરૂર આગળ વધશે અને સર્વને પ્રિય થઈ પડશે. કારણ કે આગળ તે જ વધે છે, જે ઉચ્ચતા પામવા છતાં પણ છકી જતો નથી. બીજાને ઉતારી પાડતો નથી.'
આમ પ્રારંભથી જ અક્ષય ખૂબ જ વિનીત હતો. બુદ્ધિના પ્રમાણમાં તેનામાં વિનયની માત્રા ઘણી હતી.
ક્ષણામૂર્તિ અક્ષયની વિચારણા :
અક્ષય હવે ધીરે-ધીરે મોટો થઈ રહ્યો હતો. તેના વિચારોને પાંખ ફૂટવા લાગી હતી. તેનું હૃદય તેનું મન અને વિચારો સ્વભાવથી જ કોમળ હતા. જ્યારે જ્યારે એ કોઈપણ ઘટનાને જુએ ત્યારે પોતાના આગવા દૃષ્ટિકોણથી મૂલવે. હૃદય કોમળ હોવાથી કોઈનું પણ દુઃખ ન જોઈ શકે. કોઈને દુઃખ પડતું જોઈને એના હૃદયમાં ઝાટકા પડે. બીજાનો હાથ કપાઈ ગયેલો જુએ ત્યારે તેને એવું ઊંડુ સંવેદન થાય કે જાણે મારો જ હાથ કપાઈ ગયો છે, મારા પર જ દુઃખ આવી પડ્યું છે. આવી ઊંડી સંવેદનશીલતાના કારણે એનામાં વધુને વધુ દયાભાવ/કરુણાભાવ વિકસિત થતો રહ્યો. તેની ઊંડી સંવેદનશીલતા માત્ર માનવ-જગત કે પશુ-જગત પુરતી સીમિત ન્હોતી. તે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ આદિમાં પણ ચૈતન્ય જોતો. તેની હત્યામાં પણ વેદના અનુભવતો. કારણ કે તેણે જાણી લીધું હતું કે પૃથ્વી આદિમાં પણ જીવ હોય છે.
જ્યારે તે મકાનના બાંધકામોના આરંભ - સમારંભોમાં રગદોળાતા ચૂનાને જુએ, કુંભારના નિભાડામાં મરતા જીવો જુએ, ઘંટી, ધાણી વગેરેમાં થતી હિંસાને જૂએ ત્યારે એનું હૃદય દ્રવી ઊઠે, એનું મન બોલી ઊઠે : અરેરે, પાંચ-પચીસ વર્ષની જિંદગી માટે માણસ કેટલા બધા આરંભ-સમારંભોમાં ફૂખ્યો રહે છે ? કેટલા જીવોની નિરર્થક કતલ કરે છે ? કેટલા પાપો ઉપાર્જિત કરે છે ? થોડાક પૈસા માટે, થોડીક જિંદગી માટે આટલા બધા પાપો ? કમાયેલા પૈસા, બનાવેલા
૩૦૨
* * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪