________________
બંગલાઓ, પાળેલા પરિવારો - બધું જ અહીં મૂકીને જવાનું અને કમાયેલ પાપો સાથે લઈ જવાના-તેના ફળ રૂપે નરકનિગોદના કાતિલ દુઃખો સહન કરવાના - આવી મૂર્ખતા કયો ડાહ્યો માણસ કરે?
નાનકડા અક્ષયમાં કેટલી ઉન્નત વિચારણા ? કોમળ હૃદય વિના આવી વિચારણા સંભવી શકે જ નહિ.
માત્ર એનું મન જ નહિ, એનું તન પણ કોમળ હતું. આથી શેરીના લોકો તથા સ્નેહીઓ તેને “માખણીઓ' કહીને બોલાવતા.
કથા સાંભળતો અક્ષય :
ફલોદીમાં એક મોટી ઉંમરના ધાર્મિક વૃત્તિવાળાં બેન રહે, એમનું નામ : મોડીબાઈ. (પ્રથમ આવૃત્તિમાં મણિબેન છપાઈ ગયું છે, તે ખોટું છે.) તેમનો કંઠ મધુર અને ધાર્મિક જ્ઞાન પણ સારૂં. તેઓ રાસ, સઝાય, ઢાળીઆ, ચરિત્ર વગેરે ગાય, વાંચે અને સમજાવે. શેરીના લોકો સાથે મળીને હોંશેહોંશે સાંભળવા આવે તેમાં આ અક્ષય પણ જતો. તેને આ મહાપુરુષોની જીવનકથા સાંભળવામાં ખૂબ જ મજા પડતી અને એમની ઘટનાઓમાંથી પ્રેરણા મળતી. શાલિભદ્ર, ધન્નાજી, ગજસુકુમાળ, મેતાર્યમુનિ, જંબૂસ્વામી વગેરેની કથાઓ સાંભળતાં અક્ષયને થઈ આવતું : “હું પણ ક્યારે આવો બનીશ ? ક્યારે સંસારને છોડી જૈનશાસનનો અણનાર બનીશ ?'
અક્ષયના ફુટતા વિચાર-ઝરણને મોડીબાઈની આ કથાઓ દ્વારા વેગ મળ્યો.
અક્ષયનો મુખ્ય રસ :
અક્ષયનું જીવન બાળપણથી જ સાદું, સંયમી અને પ્રભુપ્રેમી હતું.
ન કોઈ ખાવા-પીવાની લાલસા...! ન કોઈ પહેરવા-ઓઢવાનો શોખ ! ન રમત-ગમતનો રસ ! ન બહુ બોલવાની ઘેલછા ! અક્ષય ખૂબ જ ઓછું-જરૂરીયાત પૂરતું - જ બોલતો.
*
*
*
*
*
* *
* *
* * ૩૦૩