________________
આ. સુદ-૨ ૨૯-૯-૨૦૦૦, શુક્રવાર
સાચું હોય તે બોલી નાખવું, એમ નહિ, પણ જે બોલો તે સાચું હોવું જોઈએ.
ભગવાન યોગ-ક્ષમ અમુકનું જ કરે, પણ હિત બધાનું જ કરે.
જીવનું તો હિત કરે, અજીવનું પણ કરે. યથાવસ્થિત વસ્તુનું પ્રતિપાદન કરવાથી અજીવનું પણ હિત કરે.
ભગવાન યથાવસ્થિત દર્શનપૂર્વક સમ્યફ પ્રરૂપણા કરે છે. ભાવિને બાધા ન પહોંચે તે રીતે સમ્યફ પ્રરૂપણા કરે છે. જે જેને યથાર્થરૂપે જુએ છે, તદનુરૂપ ભાવિ અપાય દૂર કરવાપૂર્વક વર્તે છે, તે તેને વસ્તુતઃ હિતકર છે.
વનસ્પતિ આદિ સ્થાવરમાં ચેતના બતાવી ભગવાન લોકોને તેની હિંસાથી બચાવે છે. એકેન્દ્રિય જીવોને પીડાથી બચાવે છે.
લૌકિક પવમાં જીવોનો
૦૪
*
*
*
*
*
*
*
*
*
*
*
*
* * કહે, કલાપૂર્ણસૂરિ-૪
*
: