________________
જ શસ્ત્રો આપીને મદદ કરે. બેવફા – શત્રુ પક્ષમાં ભળી ગયેલા સૈનિકોને શસ્ત્રો આપે તો શું હાલત થાય ? ભારત સરકારથી જ ભારતનો નાશ થાય.
એ જ રીતે ભગવાન બીજાધાનયુક્ત ભવ્યાત્માના જ નાથ બને, અન્યના નહિ. બીજાધાનથી માંડીને ઠેઠ મોક્ષ સુધી ભગવાન યોગક્ષેમ કરતા રહે. પછી તો તમે સ્વયં નાથ બની અન્યનું યોગક્ષેમ કરતા રહેશો.
જ વ્યવહાર રાશિ કે અવ્યવહારરાશિ - બધા જીવોનું હિતે ભગવાન કરે છે. આપણે ભલે વિચારતા ન હોઈએ, પણ આપણું હિત કોઈ કરે છે, એવો ખ્યાલ આવે છે ? રેલમાં તમે બેઠા છો ત્યારે ડ્રાઈવર તમારું હિત કરે છે ને ? ભલે તેવો કોઈ વિચાર તમારામાં ન હોય.
• ભાષાવર્ગણાથી મનોવર્ગણાનું ઉપકારક્ષેત્ર મોટું છે.
આપણે જેમ વિહાર કરીએ છીએ તેમ આપણે છોડેલા ભાષા અને મનના યુગલો પણ વિહાર કરે છે.
પંદરેય યોગોના પુદ્ગલો થોડું કે ઘણું દેશાન્તરે જાય છે. કોઈક થોડેક અટકે છે કોઈક દૂર સુધી જાય છે.
- ભગવાન પવિત્ર વાણીનો ઉચ્ચાર કરે ત્યારે તેના તરંગો સર્વત્ર નહિ ફેલાતા હોય ? સીમંધરસ્વામીના વાણીના પુગલો અહીં નહિ પહોચતા હોય ?
આ પણ આપણે એમના દ્વારા થતું હિત જ છે ને ?
ચાર ભાવનાઓ મૈત્રી એટલે નિર્વેર બુદ્ધિ, સમભાવ. પ્રમોદ એટલે ગુણવાનોના ગુણ પ્રત્યે પ્રશંસાભાવ, કરુણા એટલે દુઃખીજનો પ્રત્યે નિદોષ અનુકંપા, માધ્યÅ એટલે અપરાધી પ્રત્યે પણ સહિષ્ણુતા.
*
*
*
*
*
–
*
*
*
*
*
*
૦૩