________________
ભાવનાઓ છે.
યાતાયાત : એટલે સ્થિર અને અસ્થિર.
યાતાયાતથી થાકી જાય પછી કહ્યાગરું બનીને મન તમારી વાત માને તે સુશ્લિષ્ટ અવસ્થા.
- સુલીન મન બની જાય ત્યારે પરમ આનંદ થાય. ત્યારપછી શૂન્ય બની શકે.
જૈન દૃષ્ટિએ ધ્યાન પ્રાપ્ત કરવા અખૂટ ધૈર્ય જોઈએ. વિહિત ક્રિયા છોડવી તો નહિ જ, પ્રત્યુત વધુ પુષ્ટ બનાવવી. ધ્યાનથી એ શીખવાનું છે.
પૂ.પં. ભદ્રંકર વિ.મ. ખાસ કરીને કાઉસ્સગની પ્રક્રિયા બતાવતા, ધુરંધર વિ.ને નવસ્મરણ ગણવાનું કહેતા. કક્ષા પ્રમાણે તેઓ માર્ગ બતાવતા. કદી તેમણે ધ્યાનની વાત નથી કરી. મારી પાસે પણ ધ્યાનની વાત નથી કરી. મેં પૂછ્યું પણ નથી.
તમે ભૂમિકા તૈયાર કરો તો ધ્યાનની માંગણી પૂરી કરવા, ખુટતી વસ્તુ આપવા ભગવાન બંધાયેલા છે. ભગવાન યોગક્ષેમકર નાથ કહેવાયા છે. તેનો આ જ અર્થ થાય.
મુનિ ધુરંધરવિજયજી મ. : ખુટતી વસ્તુ કઈ ? ભગવાનને લાગે છે કે આપણને લાગે છે ?
પૂજ્યશ્રી : આપણે તો અજ્ઞાની છીએ, આપણને હિતકારી શું છે તે પણ આપણે જાણતા નથી. માટે જ પંચસૂત્રમાં કહ્યું : હું હિત-અહિતનો જાણકાર બનું.
ભગવાન ખૂબ કસોટી કરે. એ કસોટીમાંથી પસાર થઈ જઈએ પછી જ ભગવાન રીઝે.
દક્ષિણમાં બીમારી આવી ત્યારે ગુજરાત આવીને હું વાચના આપીશ એવું ક્યાં સંભવિત હતું ? ભગવાનને બધું કરાવવું હતું ને ? બધું કરાવનારા ભગવાન બેઠા છે.
૪ શન્ય એટલે આપણે સમજીએ તેવું શૂન્ય નહિ, પણ ઉપયોગ તો ખરો જ, સંપૂર્ણ જાગૃતિ તો ખરી જ. એમ તો ઊંઘમાં કે દારૂ-પાનમાં પણ શૂન્યતા આવે છે, પણ તે દ્રવ્ય શૂન્યતા છે.
ત્રો
k
*
*
*
*
* * *
* * ૧૦૫