________________
છતાં હૃદયમાં પ્રભુનું સ્મરણ રહે તો તમે ક્રોધના હુમલાથી બચી શકો. તો આ યોગ-ક્ષેમ કહેવાય. પરલોકની અપેક્ષાએ ભગવાન આત્માને નરકાદિ દુર્ગતિથી પણ બચાવીને ક્ષેમ કરતા રહે છે.
આવા યોગ-ક્ષેમ કરનારા નાથ મળવા છતાં તેમને હૃદયથી ન સ્વીકારીએ તો આપણા દુર્ભાગ્યની પરાકાષ્ઠા કહેવાશે.
- યોગોહનમાં આપણે બોલીએ છીએ : ઉદેશ : કુત્તે પ્રત્યે તમvi નો ઋરિષ્ણાદિ સૂત્ર-અર્થ અને તદુભયથી યોગ કરો.
સમુદેશ : “fથરપરિરિ જ્ઞાદિ સ્વ-નામની જેમ તે સૂત્ર-અર્થને સ્થિર-પરિચિત કરો.
પોતાનું નામ ક્યારેય ભૂલાય ? અર્ધી રાતે પણ ન ભૂલીએને ? પ્રીતિયોગ પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે ભગવાન ક્યારેય ન ભૂલાય. પોતાનું નામ ભગવાનમાં જ વિલીન કરવાનું મન થઈ આવે.
અનુજ્ઞા : સમું થાઈબ્રાદિ, અન્ને િપન્નાદિ, गुरुगुणेहि वुड्ढिज्जाहि
તેનું હવે સમ્યગ્ર ધારણ કરજો. બીજાને આપજો. મહાન ગુણોથી વૃદ્ધિ પામજો.
જેમ તમે પામ્યા છો, તેમ અન્યમાં પણ વિનિયોગ કરજો. તો જ આની પરંપરા ચાલશે.
આજે આ વાત એટલા માટે યાદ આવી કે આચારાંગના જોગવાળાની છેલ્લી નંદી આવી રહી છે. તેઓ બધા હિતશિક્ષા માંગી રહ્યા છે. તે બધાને એટલું જ કહેવાનું કે જે સૂત્રોનું યોગોદ્વહન કર્યું છે તે સૂત્રોને સૂત્ર-અર્થ-તદુભયથી આત્મસાત્ કરજો. જીવન તે મુજબ બનાવજો.
આપણું પ્રાણ-ત્રાણ-શરણ ભગવાન જ છે. ભગવાન ભલે દૂર હોય, પણ આગમથી નજીક છે. આગમના એકેક અક્ષરમાં ભગવાન છે. એના પારાયણથી પાપકર્મોનો ક્ષય અને મંગલની વૃદ્ધિ થશે. આખરે આપણે આ ન કરવાનું છે ને ?
પર
જ
*
*
*
*
*
*
*
*
*
*