________________
આવતા તો થેલીમાં પેક કરી લાવનાર શ્રાવકને તરત જ રવાનો કરી દેતા : ૨ખે કોઈ બાલમુનિ પ્લાસ્ટિકની ચીજોથી લલચાઈ જાય !
આ (હેમચન્દ્રસાગરસૂરિજી) મહાત્માના ગૃપમાં હજુ પણ કોઈ પ્લાસ્ટિક વાપરતું નથી.
અપુનબંધક, માર્ગાનુસારીના પણ યોગ-ક્ષેમ કરનારા ભગવાન છે. ભલે તેઓ આજે અન્ય ધર્મમાં છે. વીતરાગ ભગવાનને ઓળખતા પણ નથી, પણ ભગવાનને તેઓ ભજે છે. તેમનું યોગક્ષેમ ભગવાન કરતા જ રહે છે.
ધર્મ-બીજ અંદર છે તેની ખાતરી શી ? જિનવાણીના પાણીથી અંકૂરા આદિ ફુટતા જાય તો સમજવું : અંદર બીજની વાવણી થઈ ચૂકી છે.
“યોગાવંચક પ્રાણીઆ, ફળ લેતાં રીઝે; પુષ્કરાવર્તના મેઘમાં, મગશેલ ન ભીંજે.'
કેટલાય અજૈન ટ્રકોવાળા ડ્રાઈવરો અમને જોઈને રાજી થાય. ટ્રક ઊભી રાખી અને કહે : રૂલ વૈદ ના ! હમ रुपये नही लेंगे । आप को इष्टस्थान पर पहुंचा देंगे ।
એમને જ્યારે કહીએ : દમ વાદન નદી તૈક્ત . ત્યારે તેઓ અહોભાવથી ઝૂકી પડે.
આ અહોભાવ તે જ બીજાધાન.
જૈનોને જ બીજાધાન થાય, એવું નથી, અજૈનોને પણ થાય. આજે તો અજૈનોને જ થાય તેવું લાગે છે. જૈનોને તો દુગંછા ન થાય તોય મોટી વાત ગણાશે.
યોગ એટલે મન-વચન આદિ નહિ, પણ “મHIRભાજ - નક્ષ: ચો:' જે ન મળ્યું હોય તેની પ્રાપ્તિ થવી તે યોગ. માની લો કે કોઈ ગુણ (ક્ષમા આદિ) તમારામાં ખુટે છે, ભગવાન પાસે તમે માંગો છો. ભગવાન તે મેળવી આપે છે, તે યોગ કહેવાય. મેળવી આપ્યા પછી તેની સુરક્ષા કરી આપે તે “ક્ષેમ કહેવાય.
તમે નક્કી કર્યું : હું ક્રોધ નહિ કરું. ક્ષમા રાખીશ. પણ પછી એવા પ્રસંગો આવે છે કે ક્રોધ થવો સહજ બની જાય.
કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૫૧