________________
છૂપાયેલા છે. શસ્તવમાં “સર્વજ્ઞાનિયાય સર્વધ્યાનમાય, સર્વમાનમથાય, સર્વરચના' એમ એમ ને એમ નથી કહ્યું.
ભગવાન તો સર્વ જીવોના નાથ થવા તૈયાર છે, પણ આપણે તેમનું શરણું સ્વીકારીએ તો. આપણું યોગક્ષેમ થતું નથી. કારણકે ભગવાનની શરણાગતિ આપણે સ્વીકારી નથી. “વસ્તુ વિચારે રે દિવ્ય નયનતણો રે, વિરહ પડ્યો નિરધાર; તરતમ જોગે રે તરતમ વાસના રે, વાસિત બોધ આધાર.'
- પૂ. આનંદઘનજી. અત્યારે જે ભગવાનની ઓળખ આપનારા ગ્રન્થો છે, તે આપણા માટે અદ્દભુત છે. એ ગ્રન્થો વાંચીએ તો પણ હૃદય નાચી ઊઠે, કર્તા જે ભાવથી શબ્દો છોડે તે જ ભાવો આપણા હૃદયને સ્પર્શે, આ નિયમ છે. એટલે જ જેમણે હૃદયમાં ભગવત્તાને અનુભવી છે, તેમના શબ્દો આપણા હૃદયને સ્પર્શ જ. પૂ. હરિભદ્રસૂરિજીના શબ્દો એટલે જ આપણા હૃદયને ઝંકૃત કરે છે. કારણકે તે અનુભૂતિના ઊંડાણમાંથી નીકળ્યા છે.
૦ પ્રવૃત્તિ, પાલન અને વશીકરણ - કોઈપણ પ્રતિજ્ઞામાં આ ત્રણ ચીજ જોઈએ. આ વાત ધમ્મસારહી ના પાઠમાં આવશે.
એટલે જ કોઈપણ પ્રતિજ્ઞા લેતા પહેલા આ ત્રણ અંગે અવશ્ય વિચારવું. બ્રહ્મચર્યવ્રત તો લઉં છું, પણ હું પાળી શકીશ? તેવું મારું સત્ત્વ છે ? – એમ વિચારવું. આ વિધિ છે.
સૂત્રવિધિથી આત્મભાવ જાણવા મળે છે. નિમિત્ત વગેરેની પણ અહીં અપેક્ષા રાખવાનું પૂ. હરિભદ્રસૂરિજી કહે છે.
મારા આત્મામાં રાગ-દ્વેષ, મોહ, આ ત્રણમાંથી કયો દોષ વધુ છે ? કોઈ વખતે ચિત્ત એકદમ સંક્ષુબ્ધ બની જાય તો પણ ગભરાવું નહિ. એનો પ્રતિકાર વિચારવો. દા.ત. ભય દૂર કરવો હોય તો શરણું સ્વીકારવું. ‘મય સર પવહા '
- અજિતશાન્તિ. અભય આપનારા ભગવાનનું શરણું સ્વીકારતાં જ ભય
૨૩૮
*
*
*
*
*
*
*
*
*
*
*
*