________________
કંચનવિજયજી મ. અને તેમની સાથે વડીલ તરીકે ધ્યાનપ્રેમી પૂ. રત્નાકરવિજયજી મ. - આ બે મહાત્માને ફલોદી વૈ.સુ.૧૦ના દીક્ષા પ્રસંગે પહોંચવાની આજ્ઞા કરી. વિનીત શિષ્યોએ નત - મસ્તકે તરત જ એ વાત સ્વીકારી લીધી. પૂજ્ય આચાર્ય ભગવંતના આશીર્વાદ સાથે તેઓએ ફલોદી તરફ પ્રયાણ કર્યું. અને ક્રમશઃ પહોંચ્યા.
એ વખતે ફલોદીની જાહોજલાલી અનેરી હતી. દરેક ફિરકાઓના મળીને લગભગ એક હજાર જૈનોના ઘર હતા. - પ્રવજ્યાના પુનિત પંથે... ?
ફલોદીના પુનિત આંગણે એક જ કુટુંબમાંથી પાંચ-પાંચ આત્માઓ દીક્ષિત થઈ રહ્યા હતા. એથી આખું ગામ હર્ષના હિલોળે ચડ્યું હતું. ચોરેને ચૌટે વાટેને ઘાટે એક જ વાત સંભળાતી હતી : દીક્ષા... દીક્ષા... અને દીક્ષા... ! ગુલાબની કળી જેવા કોમળ નાનકડા બે બાળકોને દીક્ષાના માર્ગે જતા જોઈને સૌના હૈયા ગદ્ગદ્ થઈ જતા હતા. સૌ બોલતા હતા કે – વાહ પ્રભુશાસનની કેવી બલિહારી છે કે નાના બાળકો પણ ત્યાગના માર્ગે હસતે મોંએ પ્રયાણ કરી રહ્યા છે. આપણે કેવા પામર કે હજુ પણ સંસાર છોડવા માટે મન તૈયાર થતું નથી. ધન્ય માતા! ધન્ય પિતા ! ધન્ય કુળ ! ધન્ય કુટુંબ ! ધન્ય દીક્ષાર્થી... !
એક પુણ્યશાળી આત્માને કારણે વાતાવરણ કેવું બદલાઈ જાય છે ? અક્ષયરાજના મનમાં ઊઠેલા પ્રવ્રજ્યાના પવિત્ર તરંગો તેમના સસરા, પત્ની, પુત્ર આદિ સૌ પર વીજળીવેગે ફરી વળ્યા. બધા દીક્ષા લેવા માટે તૈયાર થઈ ગયા. જાણે કલિકાલના જંબૂસ્વામી !!
દીક્ષા-દિન :
“દીક્ષાર્થી અમર રહો... દીક્ષાર્થીનો જય જયકાર ! માનવ-જીવનનો એક જ સાર, સંયમ વિના નહિ ઉદ્ધાર.” વગેરે નારાઓથી આજે ફલોદીની શેરીઓ ગુંજી રહી હતી. નાના, મોટા, સ્ત્રી, પુરુષ, બાળક, બાલિકાઓ સૌ આનંદના કુંડમાં સ્નાન કરી રહ્યા હતા.
૩૯૦
*
*
*
*
*
*
*
*
*
*
*
*
;