________________
વિ.સં. ૨૦૧૦, વૈશાખ સુદ ૧૦ નું મંગળ મુહૂર્ત લઈ મિશ્રીમલભાઈ ફલોદી ગયા અને દીક્ષાનો પ્રસંગ શાનદાર રીતે ઉજવવા સંઘના અગ્રણીઓ સાથે વિચાર-વિનિમય કરી આઠ દિવસના મહોત્સવનું આયોજન કર્યું.
દીક્ષા આપવા પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયકનકસૂરીશ્વરજી મહારાજને વિનંતી કરવા સંઘના આગેવાન ભાઈઓ સાથે મિશ્રીમલભાઈ જઈ આવ્યા, પણ ઠેઠ કચ્છથી રાજસ્થાનમાં... આટલે દૂર પહોંચવાની તેઓશ્રીની શક્યતા ન જણાતાં સૌ નિરાશ થઈ ગયા. ગુરૂદેવની પુણ્ય-નિશ્રા વિના આનંદ કેમ આવે ?
અક્ષયરાજભાઈએ આ નિરાશાપૂર્ણ સમાચાર સાંભળ્યા... પણ નિરાશ થવું તે અક્ષયરાજના સ્વભાવમાં ન્હોતું. તે તો આશાભર્યા હૈયે ઉપડ્યા ફરીથી જોરદાર વિનંતી કરવા... ગમેતેમ કરીને ગુરૂદેવશ્રીને ફલોદી લઈ જ આવવાના દૃઢ નિર્ણય સાથે કચ્છ-ભદ્રેશ્વર આવ્યા જ્યાં તેઓશ્રી બિરાજમાન હતા.
અક્ષયરાજ એકલા જ આવ્યા હતા. સાથે કોઈ ન હતું. તેમણે ગુરૂદેવને આગ્રહપૂર્વક વિનંતિ કરતાં કહ્યું : “ગુરૂદેવ ! આપને ફલોદી પધારવું જ પડશે. મેં આજથી અટ્ટમનું પચ્ચકખાણ કરી જ લીધું છે. જ્યાં સુધી આપ હા નહિ પાડો ત્યાં સુધી હું પારણું નહિ કરું.”
દીક્ષાર્થી અક્ષયરાજની અંતરની અપાર ભાવના જોઈ કૃપાળુ ગુરૂદેવે એકવાર તો કહી દીધું : “હા... ભલે હું આવીશ !'
આથી અક્ષયરાજનો મન-મયૂર નાચી ઉઠ્યો. પ્રતિજ્ઞા પૂરી થઈ છે, સમજીને પારણું કર્યું.
પરંતુ પછીથી ચક્રો બદલાયા. આણંદજી પંડિતજી વગેરે સુશ્રાવકોએ પૂજ્ય આચાર્યશ્રીને આવી નાદુરસ્ત તબિયતમાં એટલે દૂર ન જવા જણાવ્યું. હાર્ટના દર્દમાં દૂર ન જવું હિતાવહ છે - એ સમજી આચાર્ય ભગવંતે પણ તેમની વાત માની અને તેઓએ પોતાના વિદ્વાન શિષ્ય મુનિપ્રવરશ્રી
કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૩૮૯