________________
મુનિશ્રીને પંન્યાસ-પદ :
મુનિશ્રી કમળવિજયજી તથા મુનિશ્રી કલાપૂર્ણવિજયજી આદિ મુનિઓની જન્મભૂમિ ફલોદી (રાજ.) ગામના આગેવાન શ્રાવકો ચાતુર્માસની વિનંતિ કરવા આવ્યા. તેમની આગ્રહભરી વિનંતિને લક્ષમાં લઈ પૂજ્યશ્રીએ સંમતિ દર્શાવી અને સંવત ૨૦૨૪નું ચાતુર્માસ ફલોદીમાં થયું.
| મુનિશ્રીમાં વિનય, ભક્તિ, વૈરાગ્ય,સમતા, પ્રવચન - શક્તિ વગેરે ગુણો હવે તો સોળે કળાએ ખીલી ઊઠ્યા હતા અને કલાપૂર્ણવિજયજી ખરા અર્થમાં “કલાપૂર્ણ બની ગયા હતા. ચન્દ્ર જેમ ચાંદની દ્વારા સર્વત્ર પ્રસન્નતા ફેલાવે તેમ મુનિશ્રી સર્વત્ર પ્રસન્નતા ફેલાવી રહ્યા હતા.
કચ્છ-વાગડ આદિની જૈન-જનતામાં એક શાન્ત ત્યાગી અને સાધક આત્મા તરીકે એમની સુવાસ ફેલાઈ ચૂકી હતી.
પ્રશમની લબ્ધિ એટલી બધી પ્રાપ્ત થઈ ચૂકી હતી કે ગમે તેવો ક્રોધાવિષ્ટ માણસ એમની પાસે આવતાં ઠંડોગાર બની જતો. પોતાની આવી શક્તિથી તેમણે કેટલાય ગામોના ઝઘડાઓ જે વર્ષોથી શમતા ન્હોતા તે શમાવ્યા હતા. મનફરામાં મહાજનવાડીમાં ફોટો રાખવો કે ન રાખવો ? એ અંગે મોટે પાયે તકરાર ચાલી રહી હતી, તે ક્ષણવારમાં પૂજ્યશ્રીએ મિટાવી હતી.
આવા-આવા અનેક ગુણોથી ચારે તરફ તેમની ચાહના વધવા લાગી હતી અને તેમને પંન્યાસપદથી વિભૂષિત કરવા માટેની વિનંતિઓ ઘણા સમયથી ચાલતી હતી. આથી પૂજ્ય આ.શ્રી વિજયદેવેન્દ્રસૂરીશ્વરજી મ.સા.એ તેમની સુયોગ્યતા જાણી “ભગવતી સૂત્ર'ના જોગમાં પ્રવેશ કરાવ્યો. અને ફલોદીચાતુર્માસ પછી છરી પાલક યાત્રા સંઘ સાથે જેસલમેર તીર્થની યાત્રા કરી ફલોદી પાછા પધાર્યા. સંઘની આગ્રહભરી વિનંતીથી ઉપધાનતપની મંગળ આરાધના શરૂ થઈ ત્યાર પછી વિ.સં. ૨૦૨૫ મહા સુદ ૧૩ શુભ દિવસે મુનિશ્રી કલાપૂર્ણવિજયજીને અનેરા જિન-ભક્તિ-મહોત્સવ સાથે ગણિ-પંન્યાસપદથી વિભૂષિત કરવામાં આવ્યા.
આ પ્રસંગે ફરી ફલોદી નિવાસી મુમુક્ષુરત્ન શ્રી ૪૦૦ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪