________________
હેમચંદભાઈ (જેઓ સંસારીપણે પૂજ્યશ્રીના પિતરાઈ ભત્રીજા થાય)ની દીક્ષા થઈ. તેઓ પૂજ્યશ્રીના શિષ્ય મુનિશ્રી કીર્તિચન્દ્રવિજયજી તરીકે ઘોષિત થયા.
પંન્યાસ પદ મળ્યું હોવા છતાં પૂજ્યશ્રી, આચાર્યદેવશ્રી વિજયદેવેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ની સેવામાં એક નમ્ર સેવકની જેમ સદા તત્પર રહેતા. મહાપુરુષોની આ જ વિશેષતા હોય છે કે મહત્તા પ્રાપ્ત થવા છતાં તેઓ ગર્વ કદી કરતા નથી. પૂજ્યશ્રીમાં આ ગુણ તો નાનપણથી જ હતો.
ઘણું કરીને પૂજ્યશ્રી, આચાર્યશ્રીની સાથે જ રહેતા. કોઈ કાર્યપ્રસંગે જુદું પડવાનું થાય તો તે કાર્ય પતાવી તરત જ આચાર્યશ્રીની સાથે થઈ જતા.
જે જે ક્ષેત્રમાં જતા ત્યાં ત્યાં તાત્ત્વિક અને કરૂણાસભર પ્રવચનો દ્વારા લોકોમાં ધર્મ-જાગૃતિ આણતા. પૂજ્યશ્રીનું પ્રવચન સહજ, સરળ અને અસરકારક રહેતું.
પૂજ્યશ્રીના પ્રવચનો પ્રાયઃ પૂર્વ તૈયારી વગરના જ રહેતા. આજે પણ તેઓ પૂર્વ તૈયારી વિના જ પ્રવચનો આપે છે. અંતરના ઊંડાણમાંથી નીકળેલા એ શબ્દો શ્રોતાના હૃદયમાં સોંસરા ઊતરી જાય છે.
પંન્યાસ-પદ-પ્રાપ્તિ પછી પૂજ્ય આચાર્ય શ્રી વિજય દેવેન્દ્રસૂરીશ્વરજી મ.સા. સાથે ચાર ચાતુર્માસ કર્યા. વિ.સં. ૨૦૨૭માં ખંભાતમાં મનફરા નિવાસી રતનશી પુનશી ગાલાને દીક્ષા આપી મુનિશ્રી કુમુદચન્દ્રવિજયજી નામે સ્વશિષ્ય બનાવ્યા. વિ.સં. ૨૦૨૮, મહા સુદ-૧૪ના શુભ દિવસે કચ્છની રાજધાની ભુજમાં એકીસાથે થયેલી ૧૧ દીક્ષામાં પાંચ પુરુષો અને છ બહેનો હતા. પાંચમાંથી ત્રણ સ્વસમુદાયમાં દીક્ષિત બન્યા હતા. મનફરા નિવાસી બંધુયુગલ મેઘજીભાઈ ભચુભાઈ દેઢિ, મણિલાલ ભચુભાઈ દેઢિઆ તથા ભુજ નિવાસી પ્રકાશકુમાર જગજીવન વસા ક્રમશઃ મુનિશ્રી મુક્તિચન્દ્રવિજયજી, મુનિશ્રી મુનિચન્દ્રવિજયજી તથા મુનિશ્રી પૂર્ણચન્દ્રવિજયજી તરીકે ઘોષિત થયા. વિ.સં. ૨૦૨૮માં લાકડીઆ મુકામે પૂજ્ય આ.શ્રી વિ. દેવેન્દ્રસૂરીશ્વરજી મ.નું કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૪૦૧