________________
યોગ્ય મહાત્મા હતા. તેમણે પોતાના ગુરૂદેવ આ.શ્રી વિ. કનકસૂરીશ્વરજી મ.સા.ની અખંડ સેવા અને વિનયપૂર્વક ૨૩ ચાતુર્માસ તો તેમની સાથે જ કર્યા હતા અને ૧૪ ચાતુર્માસ આજ્ઞા-પાલનના ઉદ્દેશથી વિવિધ ક્ષેત્રોમાં કર્યા હતા. પ્રસિદ્ધિ અને પ્રતિષ્ઠાથી પર હતા. સરળ હૃદયી અને નિઃસ્પૃહ સાધુરત્ન હતા. આથી જ પૂજ્ય આચાર્યશ્રીએ તેમને સંવત્ ૨૦૦૪માં પંન્યાસ પદથી વિભૂષિત કર્યા હતા.
આવા સુયોગ્ય નિઃસ્પૃહ મહાત્માને આચાર્યપદવીમાટે વાગડ સાત ચોવીશીના તથા બીજા અનેક સંઘોએ વિનંતિ કરી... પણ નિઃસ્પૃહ પંન્યાસજીએ સમુદાયનું સંચાલન કરવા પોતાની લાચારી બતાવી ત્યારે મુનિશ્રી કલાપૂર્ણવિજયજીએ તેમને સંપૂર્ણ સહયોગ આપવાનું વચન આપી ખૂબ જ આગ્રહપૂર્વક વિનંતિ કરી. આથી પંન્યાસજી મ. મૌન રહ્યા એટલે વાગડ જૈન સંઘે આ ભવ્ય પ્રસંગને ભવ્ય રીતે ઊજવવાની તૈયારી કરી અને વિ.સં. ૨૦૨૦, વૈ.સુ.૧૧ મંગળ દિને પંન્યાસજી શ્રી દીપવિજયજી મ. આચાર્ય પદ પર આરૂઢ થયા અને પૂજ્ય આચાર્યશ્રી વિજય દેવેન્દ્રસૂરીશ્વરજી નામે સમુદાય નાયક રૂપે જાહેર થયા.
પૂ. આચાર્યશ્રીના સહયોગી મુનિશ્રી :
પૂજ્ય ગુરુદેવના કાળધર્મ પછી માથે આવી પડેલી સાધુસાધ્વીજીના વિશાળ સમુદાયના સંચાલનની જવાબદારીને પોતાનું કર્તવ્ય સમજી ખૂબ વાત્સલ્ય અને કુનેહપૂર્વક નૂતન આચાર્યદેવશ્રી કરવા લાગ્યા અને મુનિશ્રી કલાપૂર્ણવિજયજીને પણ આ સામુદાયિક સર્વ જવાબદારીઓમાં સહયોગી તરીકે સાથે રાખી વ્યાખ્યાન વગેરેની કેટલીક જવાબદારીઓ સુપ્રત કરી.
૭૨ વર્ષની મોટી ઊંમર અને પગની તકલીફના કારણે ચાલીને વિહાર કરી શકાય તેવી સ્થિતિ ન હોવાથી આશ્રિત મુનિ-વર્ગની સંયમ-૨ક્ષા વગેરે વિશેષ કારણોને લક્ષમાં રાખી અપવાદરૂપે ડોલીનો ઉપયોગ કરવો પડ્યો. કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * - ઝ = = = = = = =
= = = ૩ ૯