________________
વિચાર્યું : “સૂરિદેવનો પાર્થિવ-દેહ ભલે હયાત નથી, પણ ગુણદેહ અમર છે. તેમનો જીવનપંથ આપણી સમક્ષ મોજૂદ છે. એ પંથે પ્રયાણ કરવું એમના ગુણો સ્વ-જીવનમાં ઉતારવા એ જ સાચી ગુરુ-ભક્તિ છે. આમ ત્રણેય મુનિઓ મનને સમજાવી સંયમ-આરાધનામાં તત્પર બન્યા. છેલ્લે સમયે પોતે હાજર ન રહી શક્યા. એ વાતનું દુઃખ જરૂર હતું, પણ ગુરૂઆજ્ઞા પાળી તેનો ખૂબ જ સંતોષ હતો. ગુરૂ-આજ્ઞાને અવગણીને તેમણે સાથે રહેવાની હઠ પકડી હોત તો શું થાત ? કદાચ ગુરૂનિશ્રા મળત, પણ ગુરૂના અંતરના આશીર્વાદ ન મળત. ખરેખર પૂજ્યશ્રીએ આચાર્યશ્રીના અંતરના પ્રબળ આશીર્વાદ મેળવી લીધા હતા.
તે વખતે ગુરુદેવને પણ ખબર કદાચ નહિ હોય કે મારા આશીર્વાદની તાકાતથી મુનિશ્રી કલાપૂર્ણવિજયજી ભાવિમાં આચાર્ય બની સમુદાય નાયક બનશે.” ભાવિના ભેદ ખરેખર અકળ હોય છે. સામાન્ય દેખાતો માણસ ક્યારે અસામાન્ય બની જાય તે કોણ કહી શકે તેમ છે ? નીતિશાસ્ત્રમાં કહ્યું છે :
‘ીણાં ચરિત્ર પુરુષસ્ય ભાગ્યે,
દેવો ન જાનાતિ કુતો મનુષ્યઃ ” સ્ત્રીઓનું ચરિત્ર અને પુરુષનું ભાગ્ય દેવ પણ જાણી શકતો નથી તો માણસ ક્યાંથી જાણી શકે ?
દૂબળા-પાતળા દેહવાળા, સદા નીચું ઘાલીને ભણવાવાળા ભગવાનના ભક્ત સામાન્ય દેખાતા આ કલાપૂર્ણવિજયજી મહાન આચાર્યશ્રી વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી બનશે - એવું તે વખતે કદાચ કોઈની કલ્પનામાં પણ નહિ હોય.
પૂજ્ય આચાર્યશ્રી વિજયદેવેન્દ્રસૂરીશ્વરજી મ.સા. ૯
ગાંધીધામ ચાતુર્માસ પછી વિરહવ્યથિત બનેલ મુનિશ્રી કલાપૂર્ણવિજયજી તથા સામખીયાળી ચાતુર્માસસ્થિત પૂજય પંન્યાસજી દીપવિજયજી આદિ ભચાઉ મુકામે મળ્યા. સામુદાયિક કર્તવ્યો અંગે કેટલીક વિચારણા કરી.
હવે મુખ્ય પ્રશ્ન એ હતો કે સમુદાય-નાયક કોણ બને ? સૌની નજર પં.શ્રી દીપવિજયજી પર ઠરી. ખરેખર એ અત્યંત
૩૯૮
* * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪