________________
પાસે અપાર ભાવ લઈ ચાતુર્માસની વિનંતી કરવા આવ્યો. ગુરુદેવને ખૂબ જ મૂંઝવણ થઈ. “કોને મોકલવા ? મુનિશ્રી કંચનવિજયજી મ. તો આગલી સાલે જ ચોમાસું કરી આવ્યા છે. ૫. દીપવિજયજીનું ચોમાસું સામખીઆળી નક્કી થયેલું છે. પં. ભદ્રંકરવિજયજી તો ખાસ મારી પાસે રહેવા આવ્યા છે અને મુનિશ્રી કલાપૂર્ણવિજયજી જો કે જઈ શકે તેવા છે, તે પણ મારી સાથે ચોમાસુ રહેવા આવ્યા છે. કોઈને ત્યાં જવા કહી શકાય તેમ નથી અને આ બાજુ ભાવનાવાળા સંઘને ના પણ કહી શકાય તેમ નથી.” ખરેખર ગુરુદેવ દ્વિધામાં મૂકાઈ ગયા. ગુરુદેવની આ મૂંઝવણ ચકોર-શિષ્યથી છાની શી રીતે રહે ? સુવિનીત શિષ્યો તો મુખના ભાવોથી ઇગિત આકારોથી જ ગુરુદેવોનો અભિપ્રાય સમજી જતા હોય છે. મુનિશ્રી કલાપૂર્ણવિજયજી ગુરુદેવ પાસે ગયા. ગુરુદેવે કહ્યું આવી પરિસ્થિતિ છે. બોલો, હવે શું કરશું ?'
“જેવી આપની આજ્ઞા, સુવિનીત શિષ્ય સુવિનીત જવાબ વાળ્યો. આથી સંતુષ્ટ થયેલા પૂજ્ય ગુરુદેવાચાર્યે અંતરની આશિષપૂર્વક બે પુત્ર-શિષ્યો સાથે ગાંધીધામ ચાતુર્માસ અર્થે મોકલ્યા અને આશીર્વાદ આપતા કહ્યું.
“સુંદર આરાધના કરજો અને કરાવજો અને ચોમાસું પૂર્ણ થયે હું તમને તરત જ બોલાવી લઈશ. કાંઈ ચિંતા કરશો નહિ.'
ગુરુદેવની આશિષ લઈ મુનિઓ ગાંધીધામ ગયા. દોઢ મહિનો પસાર થયો ત્યાં જ સમાચાર આવ્યા. શ્રા.વ.૪ના પૂજ્ય આચાર્યશ્રી કાળધર્મ પામ્યા છે.
આ સાંભળતાં જ ત્રણેય મુનિઓના દિલ સ્તબ્ધ બની ગયા અને વાત્સલ્ય-સાગર ગુરુદેવનું વાત્સલ્ય, યોગ-ક્ષેમ કરવાની કાળજી વગેરે ગુણોને યાદ કરતા ગુરુ-વિરહે ધ્રુસકેધ્રુસકે રડવા માંડ્યા. “જલ્દી બોલાવી લઈશ”નું આશ્વાસન આપનાર સૂરિદેવે પોતે જ જલ્દી ચાલ્યા ગયા...! રડતા બાળ શિષ્યોને છોડીને...
આમ કેટલોક સમય શોકાકુલ ચિત્તે પસાર કરી આખરે
*
*
*
*
*
*
*
* *
*
* *
૩૯૦