________________
જોઈએ. એકાંગી વિકાસ ધ્યાન માટેની પૃષ્ઠ ભૂમિકા ન બની શકે.
હેમ પરીક્ષા જિમ હુએજી, સહત હુતાશન તાપ; જ્ઞાનદશા તિમ પરખીએજી, જિહાં બહુ કિરિયા વ્યાપ.”
- ઉપા. યશોવિજયજી. સાચો ધ્યાની ક્રિયાને છોડે તો નહિ જ, પણ તેને વિશિષ્ટ પ્રકારની બનાવી દે. સાચા ધ્યાનીની બધી જ ક્રિયાઓ ચિન્મયી હોય છે. એટલે કે ધ્યાનના પ્રકાશથી આલોકિત હોય છે. એ ક્રિયાઓ ધ્યાનથી વિપરીત નહિ, પણ ધ્યાનને વધુ પુષ્ટ બનાવનારી બને છે.
છેલ્લે એક વાત કહી દઉં : ખોવાયેલા આત્માને શોધવો હોય તો જેમણે એ આત્માને મેળવી લીધો છે એવા ભગવાનના ખોળામાં બેસી જાવ. ભગવાનને સૌ પ્રથમ પકડો. માટે જ ધ્યાનમાં સર્વ પ્રથમ આજ્ઞાવિચય ધ્યાન છે. પ્રભુની આજ્ઞા આવી ત્યાં ભગવાન આવી જ ગયા. ભગવાનનું ધ્યાન તે નિશ્ચયથી આપણું જ ધ્યાન છે.
જેહ ધ્યાન અરિહંત કું, સોહી આતમ ધ્યાન; ભેદ કછુ ઈણમેં નહીં, એહિ જ પરમ નિધાન.”
ધ્યાનની બહુ આંટીઘૂંટીમાં જવા ન ઈચ્છતા હો તો એક માત્ર પ્રભુને પકડી લેજો. બધું જ પકડાઈ જશે.
વાંચ્યું ન હોત તો કદાચ આ પુસ્તકમાં શું ખજાનો ભર્યા છે ? તેનાથી હું અજાણ રહેત.
- સા. દિવ્યદર્શનાશ્રી ક.
કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * *
*
*
*
*
*
*
*
*
*
*
*
*
* ૯૩