________________
એની કળા જાણવાથી ૨૪ કલાક ચિત્ત ધર્મ-ધ્યાનમાં રહે. ભાવનાઓથી ભાવિત બનાવવાથી આવું બની શકે. ધર્મધ્યાનમાંથી ચિત્ત નીચે આવતાં (કારણકે અન્તર્મુહૂર્તથી વધુ ચિત્ત એક ધ્યાનમાં રહી ન શકે.) ફરી ચિન્તા - ભાવનાનો ફોર્સ આપવાનો છે. આ પ્રમાણે પુનઃ પુનઃ દીર્ઘકાળ સુધી કરવાનું છે.
એકવાર પણ એનો આસ્વાદ મળશે તો કદી ભૂલી નહિ શકો. રસગુલ્લા ખાધા પછી તેનો આસ્વાદ ભૂલાઈ જાય ? પાંચેય ઈન્દ્રિયોના આસ્વાદમાં આપણે ઠગાઈ જઈને, આત્માના સ્વાદથી દૂર રહી જઈએ છીએ.
આત્માને તો પરમાત્મા દ્વારા જ આનંદ આવી શકે, એ જ એના સજાતીય છે. ૨૪ કલાક પ્રભુ-મુદ્રા પ્રસન્ન છે. એમનું નામ લેતાં, ભક્તિ કરતાં મન આનંદથી ઊભરાઈ જાય. એમનું નામ-મૂર્તિ વગેરેના આલંબનથી પણ ધ્યાનની ભૂમિકા તૈયાર થઈ જાય. ધ્યાન પૂર્વે ચિત્તને જો નિર્મળ ન બનાવીએ તો ધ્યાનનો અધિકાર મળી શકતો નથી. મન તો આમેય માંકડું છે. એમાંય મોહનો દારૂ પીધો હોય તો પછી પૂછવું જ શું ? દોડતા મનને સ્વાધ્યાયમાં ભાવના (ભાવનાનો અર્થ અભ્યાસ થાય. અભ્યાસ એટલે પુનઃ પુનઃ પ્રવૃત્તિ. દા.ત. જ્ઞાનાભ્યાસ, દર્શનાભ્યાસ વગેરે.) માં જોડવાનું છે.
સંસારના દુઃખોનું ચિંતન પણ મનને સ્થિર કરે છે. અનંત ભવ ભ્રમણ પરનું ચિંતન પણ એક અનુપ્રેક્ષા છે.
* ક્ષમા આદિ ચાર ગુણો (જેને ૪ કષાયો રોકી રાખે છે.) ઉત્તમોત્તમ ક્યારે હોય ? ઉત્તમ ક્ષત્તિ આદિ પેદા થાય ત્યારે જ શુક્લધ્યાનના મંડાણ થાય.
યોગશાસ્ત્રના ૪થા પ્રકાશમાં માગનુસારી, સમ્યક્ત્વ, દેશવિરતિ વગેરે બતાવીને ઈન્દ્રિય-કષાય મન વગેરેના જય પર ખાસ ભાર મૂક્યો છે.
વીર્ય શક્તિ પ્રબળ તેટલું ધ્યાન પ્રબળ ! વીર્યશક્તિને પ્રબળ બનાવવા જ જ્ઞાનાચારાદિ છે.
ધ્યાન માટે જ્ઞાન અને ક્રિયા બન્ને શક્તિ વિકસિત કરવી
૯૨
* * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪