________________
પંન્યાસ-પદવી એટલે તમામ આગમ ગ્રંથોની અનુજ્ઞા. ગણિ-પદવી એટલે ભગવતીની અનુજ્ઞા.
આ પ્રસંગે સંપત્તિ, શક્તિ અને સમયનું યોગદાન અનેક વ્યક્તિઓએ આપ્યું છે, તે સૌ ધન્યવાદને પાત્ર છે.
પૂજ્ય ધુરંધરવિજયજી :
છેલ્લા ચાર મહિનાથી એક ધારો આનંદનો માહોલ જામ્યો છે, તે વિહારની પૂર્વ સંધ્યા સુધી જામેલો જ રહેશે.
આ ભૂમિ (સાત ચોવીશી ધર્મશાળા) ભાગ્યશાળી છે કે અહીં વગર નોંતરે સર્વ સાધુ ભગવંત પધાર્યા છે. આવો લાભ તો કો'કને જ મળે. પૂજ્યશ્રીની નિશ્રામાં આખું ચાતુર્માસ સૌએ આનંદ માણ્યો.
કોઈ સંયોગ જ એવો : પૂજ્યશ્રી પધાર્યા ને ચારેબાજુથી સર્વ સમુદાયના મહાત્માઓ આવીને ખેંચાયા.
બધા દૂધમાં સાકરની જેમ ભળી ગયા. આવું દશ્ય જોવાનો લ્હાવો આ ધરતીને મળ્યો છે. તમે સાધર્મિક ભક્તિ જોરદાર કરી જ. હવે કાર્ય રહ્યું છે : જીવદયાનું.
માણસને પણ પાણી મળે કે કેમ ? તેવો આ સમય આવી ઊભો છે, ત્યાં પશુઓની હાલત શી હશે ? તે કલ્પના કરી શકો છો. પાંજરાપોળોમાં નિરંતર ઢોરો આવતા રહે છે, પણ પાણી-ઘાસચારો ખૂબ જ દુર્લભ અને મોંઘો બન્યો છે, તે તમે જાણો જ છો.
છ જીવનિકાયની રક્ષા માટે જ અમે દીક્ષા લઈએ છીએ.
માટે જ શ્રાવકો માટે જીવદયા મોટું કર્તવ્ય બની જાય છે. કસાઈ સામે ઝઝૂમવું, મોતને પણ મીઠું માનવું, આવું ખમીર જૈનો જ બતાવી શકે.
હવે તમે એવું આયોજન કરો કે જેથી દુકાળના ઓળા દૂર કરી શકાય.
પૂ. કલાપૂર્ણસૂરિજી આજે શિરમોર આચાર્ય ભગવંત છે. સૌના આદર અને શ્રદ્ધાના પાત્ર બન્યા છે. તમને આવા ગુરુ મળ્યા છે, તેનું ગૌરવ હોવું જોઈએ.
૩પ૬
*
*
*
*
*
* =
=
=
કા