________________
ਗ
અભય આપનારા
એક માત્ર ભગવાત છે.
કહે, કલાપૂર્ણસૂરિ-૪ *
e paper
આ. વદ-૩
૧૬-૧૦-૨૦૦૦, સોમવાર
લલિત વિસ્તરા વાચનાનો પુનઃ પ્રારંભ
( १४ ) लोगपज्जोअगराणं પ્રભુના ગ્રન્થો સાંભળતાં હૃદયમાં જ્ઞાન-પ્રકાશ રેલાય. જ્ઞાન વધતાં શ્રદ્ધા વધે. શ્રદ્ધા એટલે રુચિ. રુચિ પ્રબળ બને એટલે વીર્ય-શક્તિ પ્રબળ બને. આથી જત્થાબંધ કર્મોની નિર્જરા થાય. જે કર્મો વર્ષો સુધી ન જાય, તે કર્મો પ્રબળ વીર્યોલ્લાસથી ક્ષણવારમાં સાફ થઈ જાય છે.
આત્મપ્રદેશો જેવી સીટ કર્મોને મળી છે. એ જલ્દી કેમ છોડે ? એ માટે પ્રબળ ધ્યાનાનલ જોઈએ, પ્રબળ વીર્યોલ્લાસ જોઈએ. તો જ કર્મો . આત્મપ્રદેશોની સીટ છોડે. વળી, તે વખતે તમે કાચબાની જેમ ગુપ્ત રહો, સંવર કરો તો જ નવા કર્મો આવતાં અટકે.
૧૮૧