________________
૯૬ કરણ યોગ : તીર્થકરોની જેમ પુરુષાર્થથી. + ૯૬ ભવન યોગ : મરુદેવીની જેમ સહજ. કુલ ૧૯૨ ભેદો.
* હું કોઈ પ્રક્રિયા નથી શીખ્યો, છતાં પ્રભુની પ્રસાદી મળી. તે ભવનયોગમાં કદાચ જઈ શકે, એમ હવે સમજાય
છે.
ચિંતન મનનો ખોરાક છે. તેનો અભાવ તે મનનું અનશન. ચિન્તાના અભાવથી જાણે મન નષ્ટ થઈ ગયું હોય તેમ લાગે તે ઉન્મનીકરણ. એટલે કે મનનું મૃત્યુ.
(ધ્યાન વિચાર – વાચના સમાપ્ત.)
આત્મજ્ઞાનની પ્રાપ્તિ કેવી રીતે થાય ? - પૂજ્યશ્રી : જેમ ઝવેરાત ઝવેરીની દુકાનેથી મળે તેમ આત્મજ્ઞાન ગુરુગમવડે મળે. તે માટે ગુરુજનો પ્રત્યે અત્યંત બહુમાન જોઈએ. ગુરુજનોના બહુમાન વગરનું જ્ઞાન જીવનું પતન કરાવે, ગર્વ કરાવે. ગુરુજનો આ જન્મે કે અન્ય જન્મ તીર્થકરનો યોગ કરી આપે તેવી ચાવી આપે છે. જે મોક્ષનું કારણ બને છે.
૧૮૦
*
*
*
*
*
*
*
*
*
*
*
ક