________________
તત્ત્વ (૨૪) રુચિ.
(૩) ચારિત્ર ભાવના : સર્વવિરત, દેશવિરત, અવિરત સમ્યગ્દષ્ટિ.
અનંતાનુબંધી કષાયના ક્ષય કે ક્ષયોપશમ વિના ૪થું ગુણઠાણું ન મળે. માટે અવિરત સમ્યગ્દષ્ટિને પણ અહીં (ચારિત્ર ભાવનામાં) સમાવ્યા છે. અનંતાનુબંધી ચારિત્ર મોહનીય કર્મનો ભેદ છે.
(૪) વૈરાગ્ય ભાવના : અનાદિ સંસારમાં ભ્રમણનું ચિંતન, વિષય - વૈમુખ્ય અને શરીરની અશુચિતાનું ચિંતન.
જ ભવનયોગ અને કરણયોગનું સ્વરૂપ વીર્ય આઠ પ્રકારે છે :
યોગ : રાજા અધિકારીને આજ્ઞા કરે તેમ આત્મા આત્મપ્રદેશોને કર્મક્ષય માટે કાર્યશીલ બનાવે.
વીર્ય : દાસી દ્વારા કચરો ફેંકવામાં આવે, તેમ કમનો કચરો ફેંકવો.
સ્થામ : દંતાળીથી કચરો ખેંચવામાં આવે તેમ ક્ષય કરવા કર્મોને ખેંચવા.
ઉત્સાહ : ફુવારાથી પાણી ઊંચું ચડાવવામાં આવે તેમ કમને ઊંચે લઈ જવા.
પરાક્રમ : છિદ્રવાળા કુંડલામાંથી તેલને નીચે લઈ જવાય તેમ કર્મને નીચે લઈ જવા.
ચેષ્ટા : તપેલા લોખંડમાં પાણીની જેમ કમને સૂકવવા.
શક્તિ : તલમાંથી તેલને છૂટું પાડવાની જેમ કર્મ-જીવનો સાક્ષાત્ વિયોગ કરાવવો તે.
આત્મ તૃપ્તિનું લક્ષણ વીર્યની પુષ્ટિ છે. આત્મ-વીર્યની પુષ્ટિ ન હોય તો થોડી-થોડી વારે ચિત્ત ચંચળ થયા કરે, વિચલિત થઈ જાય.
આ યોગ વગેરે આઠને ત્રણથી ગણતાં ૨૪ ભેદો.
તે ૨૪ને પ્રણિધાન, સમાધાન, સમાધિ અને કાષ્ઠા સમાધિથી ગણતાં ૯૬ થયા.
કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * *
*
*
* *
*
*
*
* * * * * *
૧૦૯