________________
વગરનો નથી ગયો.
આમ અક્ષય સામાયિક કરવા બેઠો. ખૂણામાં બેઠેલા અક્ષયને શેઠ જોઈ ગયા. પૂછ્યું :
કેમ અક્ષય ! શું કરે છે ?' “સામાયિક.” પણ અડધી રાતે ?'
રોજ સાંજે મારે દેવસિઅ પ્રતિક્રમણનો નિયમ છે... આજે બાર વાગી ગયા હોવાથી એ તો થઈ શકે એમ નથી એટલે સામાયિક કરૂં છું.”
“અરેરે, તારો આ નિયમ હું સાવ જ ભૂલી ગયો. પણ અક્ષય ! આજથી તને કહું છું કે દુકાનમાં ગમે તેટલું કામ હોય પણ પ્રતિક્રમણનો સમય થાય ત્યારે તારે ચાલ્યા જવું. દુકાનનું કામ તો થતું રહેશે. હું તો ભલે ધર્મ-ક્રિયા ન કરી શકું, પણ તારામાં અંતરાય ક્યાં નાખું ?'
આમ અક્ષયને શેઠ તરફથી સંપૂર્ણ સગવડ મળી ગઈ. અક્ષયથી શેઠને સંપૂર્ણ સંતોષ હતો. શેઠજી માનતા કે જે માણસ પોતાના ધર્મને હૃદયથી વફાદાર છે, તે પોતાના શેઠ તરફ પણ વફાદાર રહેશે. ધર્મ તરફ જે બેવફા બને તે શેઠ તરફ વફાદાર રહે એ વાતમાં કોઈ માલ નથી.
રાજનાંદગાંવના એક ભવ્ય જિનાલયમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની શ્યામવર્ણી શાન્ત રસ ઝરતી સોહામણી પ્રતિમા છે. તેની પૂજા અને ભક્તિમાં અક્ષયરાજને ખૂબ આનંદ આવતો. દરરોજ સવારે ૨ થી રા કલાક જેટલો સમય પૂજામાં પસાર થતો. ભગવાનને જોઈને અક્ષય એટલો ગાંડોતુર બની જતો કે પોતાના ખીસામાં પૈસા હોય તે બધાય ભંડારમાં નાંખી
દતો.
સ્વતંત્ર ધંધો કરતો અક્ષય ?
થોડો સમય પછી નોકરી કર્યા પછી સોના-ચાંદીનો સ્વતંત્ર ધંધો શરૂ કર્યો. માતા-પિતા આદિને પણ દેશમાંથી અહીં બોલાવી લીધા.
સોના-ચાંદીના ધંધામાં જોઈએ તેવી ફાવટ ન આવવાથી
ત્ર
*
*
*
*
* *
*
*
*
* * ૩૦૯