SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ જયઘોષસૂરિજીને બાલમુનિ તરીકે ખૂબ જ સારી રીતે સાચવેલા. ૯-૯ મુનિઓને શતાવધાની બનાવ્યા પછી તરત જ કહી દીધું : સાર્વજનિક રૂપે આ પ્રયોગ બંધ કરવા. મુનિઓને પ્રસિદ્ધિના નહિ, સિદ્ધિના શિખરે તેઓ ચડાવવા માંગતા હતા. તમને ખ્યાલ નહિ હોય : ગુરુની કઠોરતામાં કોમળતાના દર્શન શિષ્ય શી રીતે કરે ? દયાનંદના ગુરુ હતા : વીરજાનંદ. બહુ જ ક્રોધી. ગુરુના ક્રોધને પુણ્ય પ્રકોપ કહેવાય. દયાનંદનો આશ્રમ સાફ કરવાનો વારો હતો. વીરજાનંદે જોયું : એક રૂમમાં કચરો થોડોક પડેલો હતો. ગુરુએ દયાનંદને બરડામાં સાવરણીથી ઢીબી નાખ્યો. ૧૬ દિવસ સુધી ચકામા બતાવીને દયાનંદ કહેતો : જોયું ? આ ગુરુની પ્રસાદી છે. ચંડરુદ્રાચાર્ય જેવા ગુરુ ન મળ્યા, એનું કેટલું દર્દ આપણને છે ? ચંદના જેવા ગુરુ ન મળ્યા, એનું કેટલું દર્દ આપણને છે? પૂ. પ્રેમસૂરિજી અનન્ય શિલ્પી હતા - સાધના-જગતના. કર્મકાંડી, ધ્યાનીઓ, યોગીઓ, માંત્રિકો, પ્રવચનકારો વગેરે તેમણે આપ્યા છે. પિંડવાડા ધન્ય બની ગયું છે, એમના જન્મથી. સદ્ગુરુ તરીકે બહુ ઉચ્ચ વ્યક્તિ હતા. પૂ. પ્રેમસૂરિજી પાસે મેં જોયું છે : કોઈ સાધક એમની પાસે આવતાં તેઓ સમજી જતા : ૧૦-૧૫ જન્મથી આ સાધક કઈ ધારામાં વહેતો આવ્યો છે ? સ્વાધ્યાય, વેયાવચ્ચ, ભક્તિ. જે ધારા હોય તેમાં વહેવડાવી દે. એમનું ત્રીજું નેત્ર જાગૃત હતું. તેઓ એ દ્વારા સાધકને ઓળખી લેતા ને એની દિશામાં દોડાવતા. આ જન્મ સાધનામાં દોડવા માટે જ મળ્યું છે. આ રીતે સેંકડો સાધકોને તૈયાર કર્યા છે. પરંપરાએ તો કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * – ૩૧૫
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy