________________
લાખો સાધકોને તૈયાર કર્યા છે.
આજના યુગના મોટા ગજાના ભક્તિયોગાચાર્ય, જેમના માટે “ઋષિ” શબ્દ વાપરવાનું મન થાય, તેવા પૂજ્ય આચાર્યશ્રી વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મ. આપણી વચ્ચે બિરાજમાન છે. પૂ. પ્રેમસૂરિજી, પૂ. ભદ્રંકર વિજયજી મ. ભલે ગયા, પણ પૂજય કલાપૂર્ણસૂરિજી જેવા વિદ્યમાન છે, તે આપણું સદ્ભાગ્ય છે. આવા ઋષિઓની ઓરા રેન્જ ઘણી લાંબી હોય છે.
સદગુરુના પ્રસાદ વિના સાધના કોઈ રીતે ઊંચકી ન શકાય.
અરણિક મુનિની સાધના પુન: વેગવંતી ગુરુની પ્રસાદીથી જ થઈ છે. નહિ તો કોમળ કાયામાં ધગધગતી શિલામાં સંથારો કરવાની શક્તિ ક્યાંથી આવે ?
તીર્થંકરની કૃપા આપણા પર સતત વરસતી જ રહી છે. પણ કૃપા વરસે ત્યારે આપણી જાતને ખુલ્લી કરવાની જરૂર છે. ૯૯ % કૃપા, માત્ર ૧ % પ્રયત્ન જ આપણો. એ પ્રયત્ન પણ કૃપાને ઝીલવા માટેનો જ છે.
પૂ. પ્રેમસૂરિજીને ૧૦૦ વર્ષ થયા. બહુ મોટો ગાળો નથી. હું તો કહીશ : ૨૫૦૦ વર્ષ પણ બહુ મોટો ગાળો નથી. આજે પણ એમના વાઈબ્રેશન ઝીલી શકાય.
એમની સાધના-ધારાને ગ્રહણ કરવા આજના દિવસે કટિબદ્ધ બનીને પ્રાર્થીએ : એકાદ અંશ આપણને મળો.
પૂ. સિંહસેનસૂરિજી :
જયવંતા જિનશાસનને અહીં સુધી લાવનારા આવા મહાપુરુષો છે. ભગવાને તો શાસન સ્વનિવણ સુધી ચલાવ્યું. પણ પછી તેને જયવંતુ રાખનારા આવા મહાપુરુષો હતા.
| તો પૂજયશ્રીને જોયા નથી. એક પ્રસંગ કહું, જેથી તેમની નિખાલસતા, વાત્સલ્ય, સંગઠન-પ્રેમ આદિ ખ્યાલમાં આવે.
ઉસ્માનપુરા જિનાલયની પ્રતિષ્ઠા પૂ. ઉદયસૂરિજીની નિશ્રામાં હોવા છતાં પૂ. પ્રેમસૂરિજીને વિનંતિ કરાવીને બન્નેએ
૩૧૬
* * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪