________________
કિંઠસ્થ કરવા ભલામણ કરી. દેવચન્દ્રજીનું સાહિત્ય (ચોવીશી વગેરે) હાથમાં આવતાં જ અક્ષયરાજનું ભાગ્ય ખૂલી ગયું. અધ્યાત્મલિપ્સ અક્ષયરાજને લાગ્યું કે હું જેની શોધ કરી રહ્યો છું, તે માર્ગ મને આમાંથી જ મળશે અને અધ્યાત્મ પ્રાપ્તિની અદમ્ય તમન્ના સાથે પૂ. દેવચન્દ્રજી મ.ના સ્તવનોની ચોવીશી ફટાફટ કંઠસ્થ કરી લીધી. ભૂખ્યા બ્રાહ્મણને મનગમતા લાડવા મળે પછી ખાતાં વાર કેટલી ?
પછી તો તેમના સાહિત્યમાં વધુ ને વધુ રસ પડવા માંડ્યો. તેમના બનાવેલા ગ્રન્થો અધ્યાત્મ – ગીતા, આગમસાર વગેરે પર ચિંતન મનન કરવા લાગ્યો.
ભક્તિયોગ સાથે તત્ત્વજ્ઞાનનો સુભગ સુયોગ થતાં અક્ષયરાજના આત્મિક વિકાસમાં પ્રગતિ થવા માંડી. કાયોત્સર્ગ અને ધ્યાનની પણ જિજ્ઞાસા જાગી. તે તે વિષયના યોગશાસ્ત્ર વગેરે ગ્રન્થોનું વાંચન કરવા સાથે પ્રભુ સન્મુખ કાયોત્સર્ગ મુદ્રાએ એક કલાક સુધી ઊભા રહી ધ્યાનનો અભ્યાસ કરવા લાગ્યા.
પૂ. આનંદઘનજી, પૂ. દેવચન્દ્રજી, પૂ.૩. યશોવિજયજી - આ ત્રણેય મહાપુરૂષોની સ્તવન ચોવીશીઓ કંઠસ્થ કરી દરરોજ પ્રભુ આગળ ૩-૪ સ્તવનો ખૂબ જ ઉલ્લાસભેર લલકારે. પ્રભુ સાથે એકમેક બની જાય અને પછી કાયોત્સર્ગમાં ઊભા રહી પ્રભુ-ધ્યાનમાં લીન બની જાય.
ધર્મપત્ની રતનબેન ઃ
અક્ષયરાજનાં ધર્મપત્ની રતનબેન પણ એક સુશીલ અને સંસ્કારી સ્ત્રી-રત્ન હતાં. પોતાના માતા-પિતા દ્વારા મળેલા ધર્મસંસ્કારોને લઈને સ્વયં ધર્મ-પ્રવૃત્ત રહેતાં અને પોતાના પતિદેવને પણ સંપૂર્ણ સહયોગ આપતાં. જીવનમાં સંતોષ, સાદાઈ, સેવા અને સમર્પણ ભાવના ગુણો સહજ રીતે વણાયેલા હતા. સાસુ-સસરાને પોતાના માતા-પિતા તુલ્ય ગણી તેમની સેવામાં સદા તત્પર રહેતાં. ઘરનું કામકાજ કરવા સાથે તેઓ પણ પ્રભુ-દર્શન, સામાયિક, પ્રતિક્રમણ, નવકારશી, ચોવિહાર વગેરે ધર્મક્રિયા અને નિયમોના પાલનમાં ઉદ્યત રહેતાં.
કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * *
*
*
* *
*
*
*
*
*
*
* *
૩૮૧