________________
પુત્ર-પ્રાતિ :
અક્ષયરાજ અને રતનબેનને સંતાનરૂપે પ્રથમ પુત્ર જ્ઞાનચંદ્ર (જન્મ સંવત્ ૨૦૦૦) અને દ્વિતીય પુત્ર આશકરણ (જન્મ સંવત્ ૨૦૦૨) આ બે પુત્રરત્નની પ્રાપ્તિ થઈ.
માતા-પિતાનો સ્વર્ગવાસ :
સંવત્ ૨૦૦૬માં અક્ષયરાજના માતુશ્રી ખમાબેનનો સ્વર્ગવાસ થયો અને સંવત્ ૨૦૦૭માં પિતાશ્રી પાબુદાનભાઈનો પણ સ્વર્ગવાસ થયો. આમ માત્ર એક વરસમાં જ ઘરમાંથી શિરચ્છત્રરૂપ બન્ને વડીલોની વિદાય થતાં ઘરના ૬ સભ્યોમાંથી ૪ સભ્યો થઈ ગયા.
આ પ્રસંગથી અક્ષયરાજના હૃદયમાં જોરદાર ઝાટકો લાગ્યો. અનિત્ય-ભાવનાથી ભરાયેલા હૃદયે તે વિચારવા લાગ્યો : ઓહ! કેટલો અનિત્ય આ સંસાર છે. જેમણે મને જન્મ આપ્યો, જેના ખોળામાં મેં અમૃત પીધું તે મારા શિરચ્છત્ર આમ જોત-જોતામાં ચાલ્યા ગયા. કેવું ક્ષણ ભંગુર જીવન ! માણસ કાંઈ કરે ન કરે તે પહેલાં જ જમનું તેડું આવી જાય. માણસ આખી જિંદગી સુખની સામગ્રીઓ અનેક પાપો કરી-કરીને એકઠી કરે અને એ નિરાંતે ભોગવવા માટે ઠરી-ઠામ બેસવા વિચારે ત્યાં જ શરીર ઘરડું થઈ જાય - અને મોતનો રાક્ષસ એકી સાથે બધું સાફ કરી નાખે...! કોઈએ ૧૦ લાખ રૂપિયા ભેગા કર્યા કે કોઈએ ૧૦ હજાર ભેગા કર્યા... પણ મર્યા પછી શું ? અહીંની એક પણ ચીજ પરભવની અંદર સાથે ચાલી શકતી નથી.
જેમને મેં યુવાન બનીને કૂદાકૂદ કરતા જોયા હતા તે જવાંમર્દીને હાથમાં લાકડી લઈને ચાલતા ઘરડા થઈ ગયેલા જોઉં છું.
જે ઘરડા હતા તેમને મસાણમાં સૂઈ જતા જોઈ રહ્યો
જીવન તો નદીના પ્રવાહની જેમ ઝડપભેર દોડી રહ્યું છે. એક ક્ષણ પણ એ કોઈ માટે અટકતું નથી. જીવનના વર્ષો
૩૮૨
*
*
*
*
*
*
*
*
*
*
*
૪