________________
પોતાની મેળે નિશ્ચયને પકડીને તમે આત્મજ્ઞાની ન બની શકો.
* શબ્દો ભલે જુદા-જુદા હોય, પણ અર્થથી બધા જ ભગવાનનું કથયિતવ્ય સમાન હોય.
અભિવ્યક્તિ અલગ અનુભૂતિ એક જ. શબ્દ અલગ અર્થ એક જ.
» ભગવાનનું વરબોધિ સમ્યગદર્શન બીજા કરતાં શ્રેષ્ઠ હોય છે. શમ-સંવેગાદિ પાંચેય લક્ષણો બીજા કરતાં ઉત્કૃષ્ટ હોય છે.
“સમ્યગ્દષ્ટિ જીવ સૌથી વધુ દુઃખી હોય છે.' - એમ ગૌતમસ્વામીના પ્રશ્નના જવાબમાં ભગવાને ભગવતીમાં કહ્યું છે, તે પોતાના દુઃખથી નહિ, પણ બીજાના દુઃખે દુઃખી સમજવા.
બિચારા આ જીવો અનંત ઐશ્વર્યના સ્વામી હોવા છતાં કેટલા કંગાળ અને કેટલા દુઃખી છે ? – એ ક્યારે સુખી થાય. બીજું તો ઠીક... હું એ જીવોને દુ:ખ આપવામાં નિમિત્ત બનતાં પણ અટકી શકતો નથી. ક્યારે આ પાપથી હું વિરામ (વિરતિ) પામીશ? આ વિચાર જ સમ્યગ્દષ્ટિને દુઃખી બનાવે છે.
ટુ વિતેષ રહ્યાત્યાં ' એવું જે અપુનબંધકનું લક્ષણ છે, તેથી આ દુઃખ વિશેષ સમજવું.
દુઃખીના દુઃખ દૂર કરવાની વૃત્તિ તે અનુકંપા છે. તે બે પ્રકારે છે : દ્રવ્ય અને ભાવ અનુકંપા.
દ્રવ્યથી પણ બીજાને દુઃખી કરવાની એટલે મનાઈ છે કે દ્રવ્યથી દુ:ખ પ્રાપ્ત થતાં તે જીવ ભાવથી પણ દુ:ખી બને છે.
કોઈપણ પદાર્થ નામ-સ્થાપના આદિ વિના નહિ પકડાય. એના વિના વ્યવહાર ચાલશે જ નહિ.
તમારે રોટલી જોઈતી હોય તો રોટલી શબ્દનો ઉચ્ચાર કરવો પડશે. પછી તમને ‘ભાવ રોટલી’ મળશે. ભાવ ભગવાનને પકડવા હોય તો નામથી પ્રારંભ કરવો પડશે. નામસ્થાપનાને પકડ્યા વિના ભાવ ભગવાન નહિ પકડાય. નામ
કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * *
» » *
* *
* *
* *
* * *
૨૫૩