________________
વિ.સં. ૨૦૧૭
કા. સુદ-૧ ૨૮-૧૦-૨૦૦૭, શનિવાર
ભગવાન પ્રત્યે બહુમાન વધતું જાય તેમ તેમ સંસાર ટૂંકો થતો જાય.
અનેક જન્મોના એકત્રિત થયેલા પુણ્યોદયે આ શાસન મળ્યું છે. શાસન પ્રત્યે બહુમાન જાગે તે મોક્ષની નિશાની છે.
સર્વ ગુણો માં મુખ્ય ગુણ ભગવાન અને ભગવાનના શાસન પ્રત્યે બહુમાન જાગવું તે છે. ભગવાન પર બહુમાન એટલે ભગવાનની અચિંત્ય શક્તિ અને ભગવાનના અનંત ગુણો પર બહુમાન છે !
શાસ્ત્રો દ્વારા ભગવાનની મહત્તા જણાતી જાય તેમ તેમ આપણો આત્મા વધુ ને વધુ નમ્ર બનતો જાય. આથી પુણ્ય પુષ્ટ થતું રહે, આત્મા શુદ્ધ થતો રહે.
બાળપણમાં ભગવાન આપણને કેવા લાગતા હતા ? જીવ વિચાર,