________________
કા. વદ-૧૩ ૨૩-૧૧-૨000, ગુરુવાર
મતતા સરોવરમાં શ્રદ્ધાતો મણિ મૂકો.
તે નિર્મળ બનશે.
૦ તીર્થની સેવા અવશ્ય આત્માનુભૂતિ કરાવે.
“તીરથ સેવે તે લહે, આનંદઘન અવતાર.”
“આનંદઘન અવતાર' એટલે જ આત્માનુભૂતિ. તેમણે (આનંદઘનજી, પૂ. દેવચન્દ્રજી વગેરે) આત્માનુભૂતિ મેળવી તો આપણે કેમ ન મેળવી શકીએ ?
પાંચ મહાવ્રતોનું પાલન, વિહાર, નિર્દોષ ગોચરી, ચાર વાર સઝાય, સાત વાર ચૈત્યવંદન વગેરે પ્રતિદિન કરવાની પાછળનો ઉદ્દેશ આ એક જ છે : આત્માનુભૂતિ. જ્ઞાન ભણવાની પાછળનો ઉદ્દેશ આ જ છે : આત્માનુભૂતિ. જ્ઞાન તો આપણું મુખ્ય સાધન છે. એને કદી ગૌણ ન બનાવી શકાય. એના માટે બીજું ગૌણ કરી શકાય, પણ જ્ઞાન
૩૩૬
*
*
*
*
*
*
*
*
* * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * *