________________
ભા. વદ-૯ ૨૨-૯-૨૦૦૦, શુક્રવાર
པ་ལ༤༤
ભગવાનને હાથ તરીકે સ્વીકારો
એટલે બેડો પાર !
- આગમનું જ્ઞાન વધે તેમ ગુણોનો વિકાસ થાય. અજ્ઞાતા જ્ઞાત सति वस्तुनि अनन्तगुणा श्रद्धा મવતિ ! એટલે જ “અભિનવ પદ ૨૦ સ્થાનકમાં જ્ઞાનપદથી અલગ મૂક્યું છે. જ્ઞાનસારમાં જ્ઞાન માટે (જ્ઞાન, શાસ્ત્ર, અનુભવ) ટાણ અષ્ટકો છે.
જ્ઞાનથી શ્રદ્ધા અપૂર્વ બનતી જાય તેમ કર્મક્ષય પણ અપૂર્વ બનતો જાય.
બહુ કોડ્યો વરસે ખપે,
કર્મ અજ્ઞાને જેહ; જ્ઞાની શ્વાસોચ્છવાસમાં,
કર્મ ખપાવે તેહ.” પણ એ ભાવનાજ્ઞાન હોવું જોઈએ. ભાવનાજ્ઞાન માત્ર શિબિરોમાં જવાથી ન આવે, વર્ષોની સાધનાના પરિપાકથી આવે.
૩૪
* * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪