________________
અત્યારે આપણે તીર્થકર ભગવાન કેવા છે, તેનો પરિચય ગણધરોની સ્તુતિના માધ્યમથી કરી રહ્યા છીએ.
એના પરની હરિભદ્રસૂરિજીની લલિત - વિસ્તરા ટીકા અભુત છે. આ ટીકા મળતાં હું તો એમ માનું છું કે સાક્ષાત્ હરિભદ્રસૂરિજી મળી ગયા. કદાચ સાક્ષાત્ હરિભદ્રસૂરિજી મળી ગયા હોત તો પણ તેઓ આટલું ન સમજાવત. એટલે કે સમજાવવાનો એમની પાસે ટાઈમ ન હોત, પણ એમની આ ટીકા ગમે તેટલી વાર તમે વાંચી શકો, એના પર ચિંતન કરી શકો. ગ્રન્થ એટલે ગ્રન્થકારનું હૃદય જ સમજી લો.
આ જ વાત ભગવાનમાં પણ લાગુ પડે. ભગવાનના આગમ મળતાં સાક્ષાત્ ભગવાન મળી ગયા, એમ લાગવું જોઈએ. પ્રેમીનો પત્ર મળતાં હૃદય પ્રમુદિત બની ઊઠે, તેમ ભગવાનની વાણી મળતાં ભક્તનું હૃદય પ્રમુદિત બની ઊઠે છે.
ભગવાન તીર્થંકર છે, તેમ તીર્થસ્વરૂપ પણ છે. માર્ગદાતા છે, તેમ સ્વયં પણ માર્ગ છે.
त्वामेव सम्यगुपलभ्य जयन्ति मृत्यु नान्यः शिवः शिवपदस्य मुनीन्द्र ! पन्थाः
- ભક્તામર. તાહરું જ્ઞાન તે સમક્તિ રૂપ, તેહિ જ જ્ઞાનને ચારિત્ર તેહ છેજી.’
- પૂ. ઉપા. યશોવિજયજી. તીર્થ સાથે અભેદ કરવો એટલે આગમ અને ચતુર્વિધ સંઘ સાથે અભેદ કરવો.
(૨૦) નો પુત્તમાdi |
સિદ્ધ આદિ ચાર પણ લોકોત્તમ કહેવાય અને ભગવાન પણ લોકોત્તમ છે તો ફરક શો ? એ અપેક્ષાએ તો ભગવાન ઉત્તમોત્તમ છે. (જુઓ તત્ત્વાર્થકારિકા. ત્યાં ઉત્તમોત્તમમાં માત્ર તીર્થકરો જ લીધા છે.) ઠાણંગમાં ૪ ભાંગા છે : જેમનામાં માત્ર પરોપકાર હોય તે ભાંગામાં તીર્થંકર ઘટે છે.
“વોત્તમો નિષ્પતિસ્વિમેવ' ભગવાન અપ્રતિમ લોકોત્તમ
છે.
ઝ
ઝ
=
=
=
=
=
=
=
=
=
=
=
૩૫