________________
‘સિદ્ધસિદ્ધર્મમયજ્વમેવ ' આ પંક્તિમાં સિદ્ધ, મુનિ અને ધર્મ આવી જ ગયા છે. (સિદ્ધ + ઋષિ + સદ્ધર્મ)
એ તીર્થંકરનો તમે સંગ કરો. એમના જેવા બનશો. ‘ઉત્તમ સંગે રે ઉત્તમતા વધે, સધે આનંદ અનંતોજી.”
લોઢા જેવી ચીજ પણ સુવર્ણરસના સ્પર્શથી સોનું બની જાય. જિન ગુણ ભક્તિ રત ચિત્ત વેધક રસ ગુણ-પ્રેમ; સેવક જિનપદ પામશે, રસધિત અય જેમ.”
- પૂ. દેવચન્દ્રજી. પ્રભુ-ગુણોનો પ્રેમ એ જ વેધક-રસ છે. એનો સ્પર્શ થતાં આ કાળમાં પણ પામર પરમ બની શકે છે.
પત્થર કે લોઢા જેવો આત્મા પ્રભુ-ભક્તિમાં મશગુલ બને છે, ત્યારે તે સ્વયં પ્રભુ બની જાય છે.
ધ્યેયમય ધ્યાતા બની જાય ત્યારે સમાધિ આવે.
ધ્યાનમાં ત્રણેયની ભિન્નતા હોય છે, પણ સમાધિમાં તો ત્રણેય (ધ્યાતા, ધ્યેય, ધ્યાન) એક બની જાય છે.
આ ભક્તિનો રંગ લગાડવા જેવો છે. આપણી યોગ્યતા પ્રમાણે ભલે એનું ફળ મળે, પણ મળે ખરું !
(૨૨)નો નાહા !
વિશ્વમાં ભગવાન સર્વશ્રેષ્ઠ નાથ છે. ભગવાન જેવા નાથ મળ્યા છતાં આપણે અનાથપણું કેમ અનુભવીએ છીએ ? ભગવાન તો નાથ બનવા તૈયાર છે, પણ આપણે સંપૂર્ણ શરણાગતિ સ્વીકારતા નથી. નાથની જવાબદારી છે : જે વસ્તુ તમારામાં ખુટે તે પૂરતી કરે. કોઈ પણ કાળ કોઈ પણ ક્ષેત્રમાં ભગવાનની યોગક્ષેમની જવાબદારી છે. ભગવાન કદી ના ન જ કહે. ફોનથી ઈષ્ટ વ્યક્તિનો સંપર્ક થાય કે ન પણ થાય, પણ ભગવાનને યાદ કરો તો તેઓ આવે જ, કદી ના ન પાડે. તમારું એ યોગક્ષેમ કરે જ.
અનુત્તર વિમાનના દેવો પ્રશ્ન કરે તે જ ક્ષણે ભગવાન તેમને જવાબ આપે છે.
૩૬
* * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪