________________
પછી પ્રવાહી થાય. ધ્યાનની અગ્નિથી પણ કર્મો ઢીલા થઈ ઝરવા લાગે છે.
કર્મો જેમ જેમ ઘટતા જાય તેમ તેમ પ્રસન્નતા વધતી જાય. આ જ તેમની નિશાની છે. બીજા કોઈને બતાવવા નહિ, ગુપ્ત રાખીને સમજવાનું છે. મંત્ર વગેરે જાહેર કરવાથી, તેનાથી થતી લબ્ધિ વગેરે બતાવવાથી તેનો વિકાસ અટકી જાય છે. દા.ત. સ્થૂલભદ્ર.
જૈનેતરોમાં બિંદુ નવકની વાત આવે છે, તે અંગે અવસરે વિચારણા કરીશું. અજેનોમાં પણ જે શુભ છે તે અહીંથી જ ઊડેલા છાંટા છે, એમ માનજો.
હ
મ
સમ્યક્ત્વના લક્ષણો : ઉદયમાં આવેલા કે આવવાના ક્રોધાદિ કષાયોને શમાવવાની ભાવના રાખી,
સમતા રાખવી. સંવેગ : ઈચ્છા છે પણ માત્ર મોક્ષ પ્રાપ્તિની. નિર્વેદ : સંસારી જીવને પ્રવૃત્તિ છે, પરંતુ
સંસારના પદાર્થોમાં આસક્તિ નથી. અનુકંપા : જગતના સર્વ જીવોને પોતાના સમાન
માની સૌ પ્રત્યે વાત્સલ્યભાવ, કરૂણા
ભાવ. આસ્થા : શ્રદ્ધા, જિનેશ્વર અને તેમણે બોધેલા
ધર્મમાં અપૂર્વ શ્રદ્ધા.
૧૩૦
* * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪