________________
આ. સુદ-દ્ધિ.-૯ ૭-૧૦-૨000, શનિવાર
સંયમથી જ આ માનવ - જીવનની સફળતા છે.
વ્યાખ્યાન સમયે પૃથ્વીરાજ, મણિબેન, કંચનબેન, કલ્પનાબેન, શાન્તાબેન, ચારૂલતાબેનના દીક્ષા મુહૂર્તોના પ્રસંગે પૂજ્યશ્રી દ્વારા મુમુક્ષુઓને હિત-શિક્ષા.
ચારિત્રધર્મ દુર્લભ છે. દેશવિરતિ પણ દુર્લભ હોય ત્યાં સર્વ વિરતિની શી વાત ? ગુરુવાણીના શ્રવણ પછી વિષયોથી વૈરાગ્ય જાગે, હૃદય બોલે : સંસાર છોડવા જેવો છે. સંયમ જ સ્વીકારવા જેવું છે.
આમ થયા પછી મુમુક્ષુ ગુરુ પાસે જ્ઞાનાદિની તાલીમ લે અને વૈરાગ્ય પુષ્ટ બનાવે. કારણ કે એ સમજે છે :
પશુની જેમ વિષયોમાં જ ૨ક્ત બનીને પૂરું કરવા માટે આ જીવન નથી. સંયમથી જ આ માનવજીવનની સફળતા છે. ભલે એ કઠણ
*
*
*
*
*
*
* * * * ૧૩૧