________________
અતૂટ શ્રદ્ધા છે. આપણી બુદ્ધિ વર્તુળ છે, માત્ર સર્વજ્ઞ જ માર્ગ આપી શકે. એમના ચરણોમાં ઝુકીએ, મસ્તકને અનુપ્રાણિત કરીએ.
તમારી બુદ્ધિ, તુટી જાય પછી જ શ્રદ્ધા શરૂ થાય. પદ્મવિજય - નવપદપૂજા.
જિનગુણ અનંત છે, વાચ ક્રમ મિત દીહ; બુદ્ધિરહિત શક્તિવિકલ, કિમ કહું એકણ જીહ.” ઈશારાથી અશબ્દ-વાચના પણ તેઓએ આપી છે.
પ્રભુમાં જેમણે ડૂબવું છે, તેમણે સ્વબુદ્ધિ, સ્વકર્તવ્યોનો છેદ ઊડવો જોઈએ. એ જ પ્રભુ - માર્ગ પર ચાલી શકે. ચારિત્રાચાર, તપ-આચાર, વીચાર આપણામાં છે જ.
ગુપ્તિમાં કાયમુર્તિથી શરૂ કરીશું. પિંડસ્થ-પદસ્થ ધ્યાન. કાઉસ્સગ્નમાં ઇરિયાવહી સૂત્રો સ્પષ્ટ કરીને જઈશું. સ્થાન-વર્ણાદિ, છ આવશ્યક પ્રેકટીકલ કરીશું. સાધનાને સૈદ્ધાન્તિક રૂપ આપીને પ્રેકટીકલ બનાવીશું. પ્રભુનો અનુગ્રહ, સદ્દગુરુની આશીષ, સાધકનો
થનગનાટ - આ ત્રિકોણથી સફળતા મળે જ. - ભગવાનનો અનુગ્રહ સતત ચાલુ જ છે. ચવા શિવ સૌ, શવા ગતિ સર્વ: '
- ઉપા. યશોવિજયજી . તીર્થકરો તો પ્રસન્ન છે જ, પણ એમાં રહેલો “મે' શબ્દ મહત્ત્વપૂર્ણ છે.
આપણે તીર્થંકરનો પ્રસાદ ઝીલી શકતા નથી. એનું કારણ મનોગુપ્તિનો અભાવ છે.
વિચારની ચાદર પર અનુગ્રહ ઝીલી ન શકાય. પતંજલિ : નિર્વિવાર – વૈશારે અધ્યાત્મ - સંપ્રસાઃ |
- પ્રથમ સાધના નિર્વિચારની રહેશે. - મન વિના દ્રવ્યયિ: તુચ્છાઃ | ભાવક્રિયા બનાવવી હોય તો પ્રણિધાન પંચક સમજવું પડશે.
૨૮
* * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪