________________
બપોરે સમજીશું. - અત્યારે કાયમુર્તિથી શરૂ કરી વચન-મનગુમિમાં જઈશું.
આપણે બડભાગી છીએ, પૂજ્યશ્રીએ અહીં ઠેઠ સુધી નિશ્રા આપી. પૂજયશ્રીની ઓરાનો લાભ મળશે. આવા સદ્ગુરુ વિના સીધી રીતે સાધનાને ઊંચકવી મુશ્કેલ છે.
પૂજ્યશ્રી પધાર્યા તે કૃપા. રોકાયા તે મહાકૃપા. ગુપ્તિ એટલે વચ્ચે આત્મોપયોગનું સ્થિર થવું.
કાયાના કંપનની વચ્ચે આત્મોપયોગમાં રહો તે ઈયસમિતિ.
વચનના કંપનની વચ્ચે આત્મોપયોગમાં રહો તે ભાષાસમિતિ.
ગોચરી વખતે આત્મોપયોગમાં રહો તે એષણાસમિતિ.
લેતી-મૂકતી વખતે આત્મોપયોગમાં રહો તે આદાનનિક્ષેપણાસમિતિ.
નાની નાની ચીજો પરઠવતી વખતે આત્મોપયોગમાં રહો તે પારિષ્ઠાપનિકાસમિતિ.
સમિતિ-ગુપ્તિ એટલે આત્મોપયોગમાં ઠરવાનું સ્થાન. - વિમુત્પનાનાનિંગ
કાય-વચનગુપ્તિ સરળ છે. કારણ કે કંપન વિના પ્રયત્ન કરો તો બેસી શકાય.
આવશ્યક નિર્યુક્તિમાં “મિ, નિન્નો, કુત્તો વા !' ત્રણેય રીતે કાઉસ્સગ્ન થઈ શકે, એમ લખ્યું છે.
. વિજ્ઞાન જૈન સિદ્ધાન્ત પાછળ દોડી રહ્યું છે. વિજ્ઞાન નાનો ભાઈ છે, જૈન સિદ્ધાન્ત મોટો ભાઈ છે.
કાયગુપ્તિ તેમજ વાગુપ્તિ પણ સરળ છે. આજે મૌન હતા ને ? સાધનાથી વણા કલાક પહેલા મૌન રાખજો.
- એક સાધકે કહ્યું હા કલાક પહેલા મૌન રાખજો. વાતો કરીને આવશો તો તમારું મન ૧૫-૨૦ મિનિટ સુધી કોમેન્ટ કર્યા જ કરશે.
પ્રતિક્રમણ પણ આ જ રીતે કરો. ૧-૨ માળા ગણીને પ્રતિક્રમણ કરો. મનોગુપ્તિ કઠણ છે.
ત્ર
મ
ઝ
=
=
=
= =
=
= =
= ૨૯