________________
દેરાસરમાં દર્શનાર્થે ગયેલો. બાજુના ઉપાશ્રયમાં પૂ. મુનિશ્રી ભદ્રગુપ્તવિજયજીનું પ્રવચન ચાલતું હતું. મોટા ભાઈ સાથે હું પણ સાંભળવા બેઠો. એમના પ્રવચનનું એક વાક્ય આજે પણ યાદ છે : ‘મોહરાજા કપાળે કંકુનું તિલક લગાવી ઉપર કોલસાની ભૂક્કી લગાવે છે.' કયા સંદર્ભમાં એ વાક્ય હતું તે યાદ નથી, પણ વાક્ય આજે પણ યાદ છે. ત્યારે શી ખબર કે આ જ મહાત્માની ગુણાનુવાદ-સભામાં એમનું આ વાક્ય મારે બોલવું પડશે ?
દીક્ષા પર્યાયના ૨૯ વર્ષમાં એક જ વખત પૂજ્યશ્રીના દર્શન થયા. વિ.સં. ૨૦૫૫ના વૈશાખ મહિનામાં (એમના સ્વર્ગવાસથી ૫-૬ મહિના પહેલા જ) પૂજ્યશ્રીના દર્શન શ્યામલ ફ્લેટમાં કર્યા. ભયંકર વ્યાધિમાં પણ અદ્ભુત સમાધિ ચહેરા પર દેખાતી હતી.
પૂજયશ્રી અત્યારે ભલે દેહથી હયાત નથી, પણ સાહિત્યદેહથી અમર છે.
ઉચ્ચકોટિના સાહિત્યકારોનું કદી મૃત્યુ થતું નથી. તેઓ અક્ષરદેહે સદા જીવંત રહે છે.
જ્યાં સુધી જ્ઞાનસાર, પ્રશમરતિ, શાન્ત સુધારસ જેવા ગ્રન્થો પરના એમના વિવેચન-ગ્રન્થો વંચાયા કરશે ત્યાં સુધી પૂજ્યશ્રી જીવંત રહેશે.
લલિત વિસ્તરા, યોગદૃષ્ટિ સમુચ્ચય વગેરે અનેક ગ્રન્થો દ્વારા પૂ. હરિભદ્રસૂરિજી આજે પણ જીવે છે. જ્ઞાનસાર, અધ્યાત્મસાર આદિ ગ્રન્થો દ્વારા પૂ. ઉપા. યશોવિજયજી આજે પણ આપણી વચ્ચે છે.
આવી વ્યક્તિઓની કીર્તિ કોણ મિટાવી શકે ? નામ રહંતાં ઠાકરા, નાણા નવિ રહંત; કીર્તિ કેરા કોટડા, પાડ્યા નવિ પડંત.’ પૂ. મુનિશ્રી ઉદયપ્રભવિજયજી :
વક્તૃત્વ, લેખન અને અનુશાસન આ ત્રિવેણીનો વિરલ સંગમ પૂજ્યશ્રીમાં થયેલો હતો.
જો કે, વક્તૃત્વ કઠણ છે જ, પણ લેખન તેથી પણ કઠણ
* કહે, કલાપૂર્ણસૂરિ-૪
૨૦૬