________________
રાજસ્થાનની ધરતી પર પેદા થઈ ગયા છે.
રાજસ્થાનની સેંકડો પદ્મિનીઓએ જૈહર કરી પોતાનો સતીત્વનો દીપક અખંડ જલતો રાખ્યો છે. સેંકડો રાજપુતોએ દેશ-રક્ષા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપી દીધેલું છે. સેંકડો દાનવીર ધનાઢયોએ પ્રજાના કલ્યાણ માટે પોતાના ધનભંડારો ખુલ્લા મૂકી દીધા છે.
આજે પણ રાજસ્થાની પ્રજા સાહસિકોમાં અગ્રણી છે. ભારતના ખૂણે-ખૂણે રાજસ્થાનીઓ ફરી વળ્યા છે. ભાગ્યે જ એવો કોઈ પ્રાન્ત હશે જયાં રાજસ્થાની બચ્ચો ન હોય.
સમૃદ્ધ ફલોદી-નગરી :
આવી મહાન ધરતીના એક મહાન સંતની વાત આજે આપણે જાણવાની છે.
રાજસ્થાનની પુરાતન રાજધાની જોધપુરથી ૮૦ માઈલ દૂર ફલોદી નામનું રળીયામણું નગર છે.
૧૭ જેટલા નયનરમ્ય જિનાલયો...! તેમાં પણ પાર્શ્વનાથ ભગવાનના મંદિરમાં નીલવર્ગી, મનમોહક શાન્તમુદ્રાયુક્ત શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા...! અને ક રમણીય ધર્મસ્થાનો...! ૧૦૦૦ જેટલા જૈનોના ઘરો...!
આવી અનેક વિશેષતાઓથી ફલોદી શોભી રહ્યું હતું. જોકે આજે તો જૈનોના ઘણા ઘરો ઓછા થઈ ગયા છે. ધંધાર્થે મદ્રાસ, મુંબઈ, રાયપુર, પનરોટી, સોલાપુર વગેરે અનેક શહેરોએ ફલોદી નિવાસીઓ જઈ વસ્યા છે.
દાદા લક્ષ્મીચંદભાઈ ?
આજથી (વિ.સં. ૨૦૪૪) ૧૦૦થી વધુ વર્ષો પહેલાં ફલોદીમાં લુક્કડ પરિવારના એક શેઠ વસે. નામ હતું લક્ષ્મીચંદ.
લક્ષ્મીચંદભાઈના ત્રણ પુત્રો : (૧) પાબુદાન, (૨) અમરચંદ, (૩) લાલચંદ,
ત્રણેય ભાઈઓની પ્રકૃતિ જુદી-જુદી...! કુદરત ખરેખર ખૂબજ વિચિત્ર છે.
તેણે એક જ હાથમાં પાંચ આંગળીઓ પણ એક સરખી
*
*
*
*
*
*
=
*
*
*
* *
* ૩૬