________________
પૂજ્યપાદ આચાર્યદિવ શ્રીમદ્ વિજયકલાપૂર્ણસૂરીશ્વરજીનું
જીવન-દર્શન
બડભાગી રાજસ્થાન :
રાજસ્થાન' શબ્દ સાંભળતાંની સાથે જ મન આનંદથી છલકાઈ ઊઠે છે. જે દેશમાં વિજયસેનસૂરિજી જેવા મહાન જૈનાચાર્ય પ્રતાપ અને દુગદાસ રાઠોડ જેવા મહાન શૂરવીરો, ભામાશાહ અને ધરણાશાહ જેવા મહાન દાનવીર ધનાઢ્યો, મહાયોગી આનંદઘનજી તથા મીરાંબાઈ જેવા ભક્ત આત્માઓ પેદા થઈ ગયા એ રાજસ્થાન ખરેખર રત્નભૂમિ છે. એનું નામ લેતાં કયો રાજસ્થાની ગૌરવ ન અનુભવે ? ના... માત્ર રાજસ્થાની જ નહિ, પણ અન્ય પ્રાન્તીય લોકો પણ ભક્તિભાવથી જેમના ચરણે ઝૂકી પડે એવા અગણિત મહાન આત્માઓ
૩૬૬
*
*
*
*
*
*
*
* * * * કહે, કલાપૂર્ણસૂરિજ
*
*
*
* ?