________________
પ્રદાન અને સંઘમાળ સાથે જ હતા. સૌ ભક્તજનો તો આયોજનની ઝડપી તૈયારીમાં લાગી ગયા.
યાત્રા-સંઘનો ભદ્રેશ્વર તીર્થમાં શુભ-પ્રવેશ થયો. તીર્થમાળ અને સૂરિ-પદ-પ્રદાનનો મોટો પ્રસંગ નિહાળવા માનવમહેરામણ ઊમટી આવ્યો.
વિ.સં. ૨૦૨૯, માગ.સુ.૩ના પવિત્ર પ્રભાતે પૂજ્ય આચાર્યશ્રી વિજય દેવેન્દ્રસૂરીશ્વરજી મ.સા.એ પંન્યાસજી મ.ને આચાર્ય-પદ પર આરૂઢ કર્યા.
નૂતન આચાર્યશ્રી વિજય કલાપૂર્ણસૂરિ મહારાજકી જય'ના ગગન ભેદી નાદોથી તીર્થનું પવિત્ર વાતાવરણ ગુંજી ઊડ્યું.
પોતાના હાથે પોતાના એક સુયોગ્ય ઉત્તરાધિકારીને સૂરિપદ-પ્રદાન કરવાની મનોભાવના આજના શુભ-દિવસે પરિપૂર્ણ થતાં વયોવૃદ્ધ આચાર્યશ્રીએ અપૂર્વ આત્મ-સંતોષ અનુભવ્યો. - પૂજ્ય દેવેન્દ્રસૂરિજી મ.ની ચિર વિદાય :
પદ-પ્રદાનનું કાર્ય પતાવી પૂજય આચાર્યશ્રી ફરી લાકડીઆ ગામમાં પધાર્યા. બે મહિના જેટલી સ્થિરતા કરી. ચૈત્રી-ઓળી માટે આધોઈ પધાર્યા.
ચૈત્રી ઓળીના મંગળ દિવસો નજીક આવી રહ્યા હતા. પૂજયશ્રીની અસ્વસ્થ તબિયતના સમાચાર મળતાં નૂતન આચાર્યશ્રી વિજય કલાપૂર્ણસૂરિજી મ. કે જેઓ પૂજ્યશ્રીની આજ્ઞાથી દીક્ષા આદિ પ્રસંગો માટે શંખેશ્વર-રાધનપુર તરફ પધાર્યા હતા. તેઓશ્રી ત્યાંના સંઘોની ઓળી માટે ખૂબ જ વિનંતી હોવા છતાં રોકાયા વિના તરત જ પૂજ્યશ્રીની સેવામાં આધોઈ હાજર થઈ ગયા.
ઓળીની મંગળમયી આરાધના શરૂ થઈ અને ચૈત્ર સુદ ૧૪નો દિવસ આવ્યો. પ્રત્યેક ચૌદસે ઉપવાસ કરવાનો વયોવૃદ્ધ પૂ. આચાર્યશ્રીનો નિયમ હતો. તબિયત અત્યંત ગંભીર હોવાથી ઉપવાસ ન કરવાની સકળ સંઘની ઘણી-ઘણી વિનંતિ છતાં તેઓશ્રી પોતાની ટેકમાં મક્કમ રહ્યા... ઉપવાસનો તપ કર્યો.
૪૦૪
* * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪