________________
ધારણા : ધારણાને મોતીની માળા સાથે સરખાવી છે. ધારણા એટલે અધિકૃત વસ્તુ ન ભૂલવી તે.
ચિત્ત શૂન્ય હોય તો ધારણા થઈ શકે નહિ, અન્ય સ્થાને ચિત્ત હોય તો પણ ધારણા થઈ શકે નહિ.
અધિકૃત (પ્રસ્તુત) વસ્તુ આપણે ઘણીવાર ભૂલી જઈએ છીએ. એક કાઉસ્સગની વાત નથી, કોઈ પણ બાબતમાં જ્યારે ભૂલાઈ જાય ત્યારે ત્યાં સફળતા ન જ મળે.
પ્રભુને યાદ રાખવા તે જ સફળતા છે. પ્રભુને ભૂલી જવા તે જ નિષ્ફળતા છે. આટલું યાદ રહે તો ધારણા” આવતાં વાર ન લાગે.
લોગસ્સ ચાલતું હોય ત્યારે ચિત્ત લોગસ્સમાં જ રહેવું જોઈએ. જે પંક્તિ ચાલતી હોય ત્યાં જ ચિત્ત ચોટેલું જોઈએ. આગળ-આગળના સૂત્રોનો પણ તમે વિચાર કરો તો પણ ધારણા' ન કહેવાય. વિક્ષિપ્ત ચિત્ત કદી “ધારણાનો અભ્યાસ કરી શકે નહિ. વિક્ષિપ્ત ચિત્તવાળો મોતીને પણ બરાબર પરોવી શકે નહિ તો પ્રભુ સાથે એકાકાર શી રીતે બની શકે ?
ધારણાના ત્રણ પ્રકાર છે : અવિશ્રુતિ, વાસના અને સ્મૃતિ. આ ધારણા અહીં લેવાની છે.
કેટલાકને શ્રદ્ધા, મેધા, ધૃતિ, ધારણા, અનુપ્રેક્ષા વગેરેના સંસ્કાર તરત જ પડી જાય છે. કેટલાકને ઘણી વાર લાગે છે. કેટલાકને જીવનભર આવા સંસ્કારો આવતા નથી. અહીં પૂર્વજન્મનું કારણ છે. જેમણે પૂર્વજન્મમાં સાધના કરી હોય છે, તેમને અહીં સાધના તરત જ લાગુ પડે છે. જેમણે કદી સાધના શરૂ કરી જ નથી, તેને આ જલ્દી લાગુ પડતી નથી. પૂર્વજન્મના સંસ્કારોના કારણે જ માણસ-માણસમાં આટલો ફરક જોવા મળે છે.
અનુપ્રેક્ષાને અહીં રત્નને શુદ્ધ કરનાર અગ્નિની ઉપમા આપવામાં આવી છે. તત્ત્વાર્થની અનુચિન્તા કરવી તે અનુપ્રેક્ષા છે.
અનુપ્રેક્ષા એટલે ધ્યાન ! અનુપ્રેક્ષામાં ઉપયોગ હોય જ. ઉપયોગ વિના અનુપ્રેક્ષા થઈ શકે નહિ. ઉપયોગ હોય ત્યાં
૩૪૪
* * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪