________________
આ જીવન આવી સમાધિ મેળવવા માટે મળ્યું છે. એની જગ્યાએ આપણે ઉપાધિ મેળવી રહ્યા છીએ. જ્યાં હીરા મળી શકે તેમ છે, ત્યાં આપણે કાંકરા એકઠા કરી રહ્યા છીએ.
શ્રદ્ધા, મેધા આદિ મહાસમાધિના બીજ છે, એમ અહીં હરિભદ્રસૂરિજી કહે છે.
ધંતિ એટલે મનની એકાગ્રતા ! સ્થિરતા ! અનુષ્ઠાન પ્રત્યે વિશિષ્ટ પ્રીતિ !
આવી ધૃતિ આવતાં ચિત્ત એકદમ શાન્ત બને છે. આકુળ-વ્યાકુળ મનમાં શુદ્ધ અનુષ્ઠાનનું અવતરણ થઈ શકતું નથી. ધૃતિયુક્ત મનમાં ઉત્સુકતા નથી રહેતી. આવું ચિત્ત હોય ત્યાં કલ્યાણ ચોક્કસ થાય જ, ધીરતા-ગંભીરતા આવે જ. ચિંતામણિ હોય ત્યાં ગરીબી જાય જ. ચિંતામણિ પાસે આવ્યા પછી પણ એના ગુણો તમારી જાણમાં હોવા જોઈએ. નહિ તો હજુ તે ચિંતામણિ ગરીબી દૂર કરી શકે નહિ. અહીં પણ ધૃતિ વગેરેના ફાયદા જાણમાં હોવા જોઈએ.
ચિંતામણિ રત્ન જેવો ધર્મ મળતાં જ સાધકનું હૃદય નાચી ઊઠે છે, એ પોકારવા લાગે છે : હવે સંસાર કેવો ? મને હવે ધર્મ-ચિંતામણિ મળી ગયો છે. હવે સંસારનો ભય કેવો ?
- લોગસ્સનું બીજું નામ “સમાધિસૂત્ર' છે. “ઉદ્યોતકર” પણ એક તેનું નામ છે.
લોગસ્સ આપણને નામમાં પ્રભુને જોવાની કળા શીખવે છે. “ઉસભ” (ઋષભ) આ શબ્દ આવતાં જ આદિનાથ ભગવાનનું પુરું જીવન આપણી સમક્ષ ખડું થાય કે નહિ ? ન થતું હોય તો પ્રયત્ન કરજો. એ કળાને શીખવા જ આ લોગસ્સ સૂત્ર છે.
અરિહંત ચેઈયાણું આપણને ચૈત્ય (મૂર્તિ)માં ભગવાન જોવાની કળા શીખવે છે.
मन्त्रमूर्ति समादाय, देवदेवः स्वयं जिनः । सर्वज्ञः सर्वगः शान्तः सोयं साक्षाद् व्यवस्थितः ॥
આ શ્લોક યાદ છે ને ? કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૩૪૩