________________
મારા-તારાના વિભાગ નથી.
સંપૂર્ણ સમર્પણની વાત છે. એકવાર સમર્પિત બન્યા એટલે બધી જ જવાબદારી ભગવાનની થઈ જાય છે.
સમર્પિત શિષ્ય સર્પને પકડવાની આજ્ઞા પણ સ્વીકારવા તૈયાર થઈ જાય ! એમની આજ્ઞા જ મારે પાળવાની છે. એનું રહસ્ય ગુરુ જ જાણે ! માયરિયા પટવાર્થ નાપતિ | સર્પ પકડવા જતાં લાગેલા ઝાટકાથી તેમની ખૂંધ દૂર પણ થઈ જાય !
૦ પિંડવાડામાં (વિ.સં. ૨૦૩૪) પૂ. ધર્મજિતુ વિ.મ. પાસે નિશીથનો એક એવો પાઠ આવ્યો કે તેમણે વાંચવાની તથા બીજાને પણ વંચાવવાની ના પાડેલી. ભણનાર પર પણ વિશ્વાસ કે તેઓ એકલા હશે તો પણ નહિ વાંચે. આવા ગંભીરને જ છેદસૂત્રો વંચાવાય.
અગંભીર શિષ્યોને છેદસૂત્ર ન અપાય તેનો અર્થ એ નથી કે ગુરુને તેના પ્રત્યે પૂર્વગ્રહ છે. માજી નાના બાળકને ભારે ખોરાક ન આપે તેમાં તે બાળકનું હિત જ છે.
બીજાધાન થાય તેનું યોગ-ક્ષેમ ઠેઠ મોક્ષ સુધી સતત ચાલુ રહે. ભગવાન મોક્ષ તેને જ આપી શકે, જેમને ત્યાં જવું છે. ડૉકટર દરેક દર્દીને નહિ, ઈચ્છે તેને જ દવા આપે. - ભગવાન યોગ-ક્ષેમ સતત કરે છે. એવો મેં જાતઅનુભવ અનેકવાર કર્યો છે. અનેક-અનેક પ્રસંગોમાં કર્યો છે. દા.ત. તમે કોઈ પ્રશ્ન કર્યો ને મેં તરત જ જવાબ આપ્યો. ત્યાં હું ભગવાનની કૃપા જોઉં છું. ક્યારેક એકાદ કલાક પછી ભગવાન આવીને જવાબ કહી જાય છે. ભગવાનનું જ છે. ભગવાન જો અપાવવા ઈચ્છતા હશે તો અપાવશે. જવાબદારી એમની છે. ક્યારેક તબીયત અસ્વસ્થ હોય છતાં ભગવાનને યાદ કરીને વાચના માટે ઝુકાવી દઊં. યોગ-ક્ષેમ કરનારા ભગવાન બેઠા છે. પછી ચિંતા શી ?
આવા ભગવાનને એક ક્ષણ પણ શી રીતે ભૂલાય ? સમય-સમય સો વાર સંભારું.” એમને એમ નથી કહેવાયું. ભગવાન ભૂલી જઈએ તે જ ક્ષણે મોહનો હુમલો થાય,
૫૮
%
+
ઝ
=
=
=
=
=
=
=
*
*
૪