________________
ભગવાનને સતત યાદ કરવાની તૈયારી હોય તો ભગવાન તરફથી યોગ-ક્ષેમ થાય જ.
ભાગ્યેશ વિજયજી : “તની ભૂમિ પ્રમ્ તુમદી મળ્યો' અહીં ભગવાન તરફથી યોગક્ષેમ નહિ ?
- પૂજ્યશ્રી : ભારત સરકાર સૈનિકોને હથિયાર ક્યારે આપે? સ્કૂલમાં ભણતા હોય ત્યારે નહિ, પણ લડાઈના મેદાનમાં ઊતરે ત્યારે. તેમ ભગવાન યોગ-ક્ષેમ ક્યારે કરે ?
નિગોદથી અહીં સુધી ભગવાનનો ઉપકાર તો છે જ, પણ વિશિષ્ટ પ્રકારનું યોગક્ષેમ તો બીજાધાન પછી જ થાય, સ્કૂલમાં વિદ્યાર્થી ભણે ત્યારે પણ સરકાર તરફથી સહાયતા મળે જ, પણ હથિયાર તો લડાઈના મેદાનમાં જ મળે.
• બીજાધાન - બીજનો ઉદ્દભેદ, તેનું પોષણ તે યોગ.
તે અંકૂરની આસપાસ વાડ દ્વારા ઉપદ્રવોથી સુરક્ષા કરવી તે ક્ષેમ. યોગ-ક્ષેમ કરે તે નાથ.
- હરિભદ્રસૂરિજી સ્વયે આગમ પુરુષ છે. માટે તેમની પ્રત્યેક કૃતિ આગમતુલ્ય જ ગણાય. એવો ઉલ્લેખ પદ્મવિજયજીએ ૧૨૫ ગાથાના સ્તવનના ટબામાં કર્યો છે.
સૌ પ્રથમ આગમોના ટીકાકાર હરિભદ્રસૂરિજી છે. આપણે સ્થાનકવાસીની જેમ માત્ર મૂળ આગમને નથી માનતા. ટીકા વગેરે સહિત પંચાંગી આગમને માનીએ છીએ. જો તેમની આગમ પરની ટીકાઓ આગમ ગણાય તો અન્ય ગ્રન્થો પણ આગમતુલ્ય જ ગણાય.
ચૂર્ણિ ભાષ્ય સૂત્ર નિર્યુક્તિ, વૃત્તિ પરંપરા અનુભવ રે; સમય પુરુષના અંગ કહ્યા છે, જે છેદે તે દુર્ભવ્ય રે.”
- આનંદઘનજી. આગમના રહસ્યો સમજવા હોય તો હરિભદ્રસૂરિજીના યોગ ગ્રન્થો વાંચવા જરૂરી છે. એમ ઉપા. યશોવિજયજીએ કહ્યું છે.
સૂત્ર નથી માનતા તો તમે ગણધરોને નથી માનતા. ટીકા વગેરે નથી માનતા તો અરિહંતોને નથી માનતા. કારણ કે અર્થ કહેનાર અરિહંત છે. સૂત્ર ગૂંથનાર ગણધરો છે.
* ઝ
=
=
= =
= ૫૯