________________
મુનિ ભાગ્યેશવિજયજી : ગળું બેસી જાય ત્યારે અમારે ત્યાં માણસો ભેગા થાય. આપના દર્શનાર્થે લાખો માણસો ભેગા થાય.
પૂજ્યશ્રી ઃ માણસો ભેગા થાય તેમાં તેઓ ભગવાનને જોવા આવે છે, મને નહિ. આ તો ભગવાનનો પ્રભાવ છે.
એ લોકો વધુને વધુ ધર્મ પામે, એવો મને લોભ હોય ખરો. આથી હું વધુને વધુ નિયમો માટે આગ્રહ રાખું. આપણે વાણિયા ખરાને ?
પૂજ્ય હેમચન્દ્રસાગરસૂરિજી : એમાં પણ મારવાડી ?
પૂજ્યશ્રી ઃ એ અર્થમાં જરૂર કહી શકો. મારવાડી ઉદાર પણ હોય છે, તે યાદ રાખજો. મદ્રાસમાં ૨૦ ક્રોડની આવક કરી આપનાર મારવાડી હતા. મારવાડમાં નાની મારવાડના વધારે ઉદાર. અમે મોટી મારવાડના. ત્યાં એટલી ઉદારતા નહિ.
- સમ્યક્ત્વ મોહનીયના પુગલના પ્રભાવે પ્રભુદર્શનના નિમિત્તે અંદર આનંદ થતો હોય છે.
આઠેય કર્મોનો ઉદય દ્રવ્ય-ક્ષેત્રાદિને આશ્રયીને થાય છે. દા.ત. બ્રાહ્મી ઔષધિથી જ્ઞાનની વૃદ્ધિ થાય. ભેંસનું દહીં વગેરેથી બુદ્ધિ બુઠ્ઠી બને.
એ પુદ્ગલો પણ જ્ઞાનાવરણીય કર્મ તોડવામાં સહાયક બને છે, તેમ સમ્યક્ત્વ મોહનીયના પુગલો પ્રભુ-દર્શનમાં થતા આનંદમાં સહાયક બને.
પ્રતિમાના શાન્ત પરમાણુના આલંબને આપણી ભીતર શાન્ત આંદોલનો જન્મે છે.
• ચાલવા છતાં પહોંચવું જોઈએ ત્યાં પહોંચતા નથી તેનું કારણ નિશ્ચય-વ્યવહારનું સમ્યગૂ આલંબન નથી લેતા, તે છે. અત્યારે આપણે નિશ્ચય સાવ જ ભૂલી ગયા છીએ. “હું શુદ્ધાત્મા છું.” એવી વિચારધારામાં આપણને મિથ્યાત્વ દેખાય છે, પણ શરીરમાં જ આત્મબુદ્ધિ છે, તેમાં મિથ્યાત્વ દેખાતું નથી. જ્ઞાનસાર એમને એમ નથી બનાવવામાં આવ્યો. ‘ જે સાઓ અપ્પા ' આ શ્લોક એમને એમ નથી બનાવ્યો.
*
* *
*
*
*
* *
* ૪૩