________________
પંખીની પાંખની જેમ જોડાયેલા છે. બન્ને જોડાયેલા હોય તો જ મુક્તિ-માર્ગે ઉડ્ડયન થઈ શકે. નિશ્ચયને હૃદયમાં રાખી વ્યવહારનું પાલન કરવાનું છે :
નિશ્ચય દૃષ્ટિ હૃદયે ધરીજી, જે પાળે વ્યવહાર; પુણ્યવંત તે પામશેજી, ભવ-સમુદ્રનો પાર.’ - પૂ. ઉપા. યશોવિજયજી. નિશ્ચય પામવા માટે જ વ્યવહાર છે. નિશ્ચય (ધ્યેય) નક્કી કરીને કોઈપણ પ્રવૃત્તિ આપણે કરીએ છીએને ?
એકલા વ્યવહાર કે એકલા નિશ્ચયથી મુક્તિમાર્ગે ન ચાલી શકાય. આ વાત એક્સિડેન્ટ પછી મને સારી રીતે સમજાઈ. જમણો પગ તૈયાર હતો, પણ ડાબો પગ તૈયાર ન થાય ત્યાં સુધી ચાલવું શી રીતે ? બન્ને પગ બરાબર હોય તો જ ચલાય, નિશ્ચય-વ્યવહાર બન્ને હોય તો જ મુક્તિમાર્ગે ચલાય, એમ મને બરાબર સમજાવવા જ જાણે આ ઘટના આવી પડી !
આનંદઘનજીના જમાનામાં એમને ઓળખનારા ખૂબ જ ઓછા હતા. સામાન્ય લોકો સમજતા હતા : આનંદઘનજી એટલે એક ૨મતારામ સાધુડો ! એ તો જાણકારોએ જ એમને ઓળખેલા ! કોઈપણ યુગમાં તત્ત્વદૃષ્ટાની આ જ હાલત હોવાની! જેમના પર આનંદઘનજી, દેવચન્દ્રજી, યશોવિજયજીના સાહિત્યની અસર છે, તેઓ તો તેમને ભાવથી ગુરુ માનવાના જ.
બન્ને પગ ચાલે ત્યારે કોઈ અભિમાન ન કરે. હું મોટો કે તું નાનો એવો કોઈ ભાવ ત્યાં નથી. એક પગ આગળ રહે ને બીજો પગ સ્વયં પાછળ રહી તેને આગળ કરે.
આવા મોટા આચાર્ય ભગવંત (હેમચન્દ્રસાગરસૂરિજી) બેઠા છે, તો મારે બધું કહેવું પડે ને ?
પૂજ્ય હેમચન્દ્રસાગરસૂરિજી ઃ શા માટે મશ્કરી કરો છો ? કાલથી ન આવું ?
પૂજ્યશ્રી : જરૂર પધારો. તમે મુંબઈ વગેરેને ગજવો છો. અવાજ મોટો છે. મારો અવાજ તો ક્યાં પહોંચે ?
* * કહે, કલાપૂર્ણસૂરિ-૪
૪૨